મહેસાણા જિલ્લામાં ભૂગર્ભના જળનુ સ્તર ચિંતાજનક સ્તરે પહોંચ્યું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 7 August 2019

મહેસાણા જિલ્લામાં ભૂગર્ભના જળનુ સ્તર ચિંતાજનક સ્તરે પહોંચ્યું

મહેસાણા,તા.7 ઓગસ્ટ2019, બુધવાર

મહેસાણા જિલ્લામાં સતત બીજા વર્ષે ચોમાસું નિષ્ફળ રહે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. આ વર્ષે પણ સમગ્ર રાજ્યમાં મહેસાણા પંથકમાં વરસાદ સૌથી ઓછો પડયો છે. જેના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. બીજી તરફ ભૂગર્ભના જળનુ સ્તર ક્રમશઃ નીચે જઈ રહ્યું હોવાથી આગામી દિવસોમાં સિંચાઈના પાણી માટે ગંભીર ચિંતાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે તેવી વકી જણાય છે. જિલ્લાના 10 તાલુકાઓ પૈકી સતલાસણા, ખેરાલુ, વિજાપુર, વડનગર, ઊંઝા પંથકમાં ભૂગર્ભમાં પાણીના તળ 700 થી 1000 ફૂટ ઊંડે પહોંચ્યા હોવાનું જણાય છે.

મહેસાણા જિલ્લામાં નર્મદા યોજનાની નહેરોના પાણીનો પુરતો લાભ મળ્યો નથી. એકમાત્ર કડી તાલુકામાં નર્મદા નહેર પસાર થતી હોવાથી અન્ય તાલુકાઓ તેના લાભથી વંચિત રહ્યા છે. જોકે પીવાના પાણી માટે સુજલામ સુફલામ યોજના થકી પાઈપલાઈનો દ્વારા મહેસાણા જિલ્લાના લોકોને પાણી પુરવઠો મળી રહે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. પરંતુ, ખેડૂતોને સિંચાઈ માટે મહદઅંશે ધરોઈ યોજના અને ભૂગર્ભના પાણી ઉપર જ આધાર રાખવો પડે છે. તેમાંય હાલ ધરોઈ ડેમમાં પાણી પુરવઠો ઓછો થતાં સિંચાઈનુ પાણી આપવાનુંબંધ કરવામાં આવ્યું છે. જેથી હવે ખેતરોમાં મહામુલા પાકને બચાવવા ખેડૂતોને ભૂગર્ભના પાણી ખેંચવાની નોબત આવી છે.

ગત વર્ષે મહેસાણા જિલ્લામાં ચોમાસું નિષ્ફળ રહ્યું હતું. વળી, આ વર્ષે પણ ચોમાસાના પ્રારંભના બે મહિના કોરાધાકોર નિકળ્યા હોવાથી ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. ભૂગર્ભમાં પાણીના તળીયા ઝાટક થવાની સ્થિતિમાં ભવિષ્યમાં સિંચાઈના પાણી માટે વિકટ સમસ્યા સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. મોંઘવારીમાંલાખો રૃપિયાના ખર્ચ બાદ પણ નવા ટયુબવેલમાંથી પાણી મળશે કે કેમ તેવો પ્રશ્ન ખેડૂતોને મુંઝવી રહ્યો છે.

મહેસાણા જિલ્લામાં હજુસુધી માંડ 29 ટકા વરસાદ પડયો

મહેસાણા જિલ્લામાં આ વર્ષે ચોમાસાના બે મહિનાનો સમય વિતી ગયો હોવાછતાં માંડ 29 ટકા જેટલો જ વરસાદ પડયો છે. જેના લીધે નદી-નાળા અને તળાવોમાં હાલમાં પણ ખાલીખમ જોવા મળી રહ્યા છે. જેના લીધે ભૂગર્ભમાં જળસંચય થાય તેવી કોઈ શક્યતા જોવાતી નથી. વળી ચોમાસુ આધારિત ખેતી કરતા ખેડૂતોની 1.50 લાખ હેક્ટર જમીન વાવણી વિહોણી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.

ભૂગર્ભ જળસ્તર ઊંચુ લાવવા તંત્રના પ્રયાસો

તાજેતરમાં કેન્દ્ર સરકારના રિપોર્ટમાં દેશના ૨૫૨ જિલ્લામાં ભૂગર્ભ જળસ્તરનું પ્રમાણ નીચે ગયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેમાં ગુજરાતના ચાર જિલ્લાઓમાં મહેસાણાનો પણ સમાવેશ થયો છે. આ વિષમ પરિસ્થિતિ વચ્ચે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા મહેસાણામાં ભૂગર્ભ જળનુ સ્તર ઊંચુ લાવવા જળસંચયના અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MMV9lM

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages