
નવી દિલ્હી, 25 ઓગસ્ટ 2019, રવિવાર
ગૂગલએ ફોટો એપ પર ગૂગલ લેંસ ફીચર રોલઆઉટ કર્યું છે. લેંસ ફીચરની મદદથી યૂઝર કોઈ ફોટોમાં આપેલા ટેક્સ્ટને એક્સ્ટ્રેક્ટ કરી શકે છે. એટલે તમે ફોટોમાં લખેલા ટેક્સ્ટને ડાયરેક્ટ કોઈપણ ભાષામાં બદલી શકો છો. તેને ગૂગલ સર્ચ પણ કરી શકો છો. કોઈ પ્રોડક્ટની ફોટોને ડાયરેક્ટ વેબ સર્ચ અથવા શોપિંગ કરી શકો છો. આ ટેકનીકને ઓપ્ટિકલ કૈરેક્ટર રિકોગ્નિશન કહેવાય છે.
1. આ ફીચરનો ઉપયોગ કરવા માટે કોઈ પેપર પર લખેલા ટેક્સ્ટનો સૌથી પહેલા ફોટો ક્લિક કરો. જે ટેક્સ્ટને કન્વર્ટ કે કોપી કરવા હોય તે ફોટોમાં આવે તે વાતનું ખાસ ધ્યાન રાખો.
2. હવે ગૂગલ ફોટો એપ ઓપન કરો. અહીં ટેક્સ્ટ વાળો ફોટો સિલેક્ટ કરો .
3. ફોટો નીચે શેર, એડિટ, લેંસ અને ડિલીટ જેવા વિકલ્પ મળશે. તેમાંથી લેંસ ઓપ્શનને પસંદ કરો.
4. લેંસ પર ક્લિક કર્યા બાદ સર્ચ અને ક્રોપનો વિકલ્પ આવશે. સર્ચમાં ટ્રાંસલેટ, ટેક્સ્ટ, ઓટો, શોપિંગ અને ડાયનિંગનો વિકલ્પ પણ આવશે.
5. ફોટોને ટેક્સ્ટ કે કોપી કરવાનો વિકલ્પ પસંદ કરો. તમે આ ટેક્ટ્સને કોપી કરી અન્યને મોકલી પણ શકો છો.
6. આ રીત ફોલો કરી અને તમે પ્રોડક્ટનો ફોટો ક્લિક કરી તેના ઉપયોગથી ડાયરેક્ટ તેની શોપિંગ પણ કરી શકો છો.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2P82E9B
No comments:
Post a Comment