ચીની હૈકર્સનો ભારતીય હેલ્થકેર વેબસાઈટ પર હુમલો, લાખોનો ડેટા ચોરી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 24 August 2019

ચીની હૈકર્સનો ભારતીય હેલ્થકેર વેબસાઈટ પર હુમલો, લાખોનો ડેટા ચોરી


નવી દિલ્હી, 25 ઓગસ્ટ 2019, રવિવાર

તાજેતરમાં જ ભારતીય હેલ્થકેરની વેબસાઈટ હૈક થયા ની ખબરો આવી છે. એક અમેરિકી ફર્મએ પોતાની રિપોર્ટમાં દાવો કર્યો છે કે ચીની હૈકર્સએ ભારતીય હેલ્થકેર વેબસાઈટને નિશાન બનાવી છે અને અંદાજે 68 લાખ ડેટા ચોરી કર્યા છે. આ ડેટામાં દર્દી અને ડોક્ટરોની ખાનગી જાણકારીનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યા છે કે હૈકર્સ હેલ્થ ડેટાને આંતરરાષ્ટ્રીય બજારોમાં હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને વેબ પોર્ટલને વેંચે છે. 

આ રિપોર્ટની વિગતોનુસાર હૈકરનું નામ ફોલનસ્કાઈ519 છે જેણે ભારતીય વેબસાઈટને નિશાન બનાવી છે. ચોરી થયેલા ડેટામાં 1 ઓક્ટોબર 2018થી 31 માર્ચ 2019 વચ્ચેના સ્વાસ્થ્ય સંબંધી ડેટાનું બ્લેક માર્કેટમાં વેચાણ કરવા માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. બજારમાં વેંચાણ માટે ઉપલબ્ધ ડેટાની કીમત 1.50 લાખ રૂપિયાથી ઓછી હતી.

ચીની હૈકર્સ એડવાંસ્ડ પર્સિસ્ટેંટ થ્રેટ ગૃપ સ્વાસ્થ્ય સંબંધિત રિસર્ચ કરી રહ્યા છે. આ રિસર્ચ ખાસકરીને કેન્સર સંબંધિત છે. છેલ્લા કેટલાક દાયકામાં ચીનમાં કેન્સરથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. એમ પણ કહેવાય છે કે પીઆરસી દુનિયામાં ઝડપથી પગપેસારો કરે છે. તેવામાં અન્ય કંપનીઓ પહેલાથી જ બજારમાં દવાઓ લાવવા માટે રિસર્ચ કરી રહી છે અને આ કામ માટે સમગ્ર ડેટા એકત્ર કરી રહી છે. 




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PmYYkO

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages