નવી દિલ્હી, તા.25 ઓગસ્ટ 2019, રવિવાર
પૂર્વ નાણામંત્રી તેમજ બીજેપીના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીનું લાંબા સમયની બીમારીના કારણે એઇમ્સ હોસ્પિટલમાં શનિવારના રોજ 66 વર્ષની વયે નિધન થઇ ગયું. શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની ફરીયાદના કારણે 9 ઓગસ્ટના રોજ એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેટલીજીનું ગુરૂવારે ડાયલીસીસ કરવામાં આવ્યું હતું. એમના નિધનથી સમ્રગ દેશમાં શોકની લાગણી છે.
અરૂણ જેટલીના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાન કૈલાશ કોલોનીથી બીજેપીના મુખ્ય કાર્યાલય લઇ જવામાં આવી રહ્યો છે. તેમનો પાર્થિવ દેહ મૂળચંદથી, લાલા લાજપત નગર મેટ્રો સ્ટેશન, પંત નગર થઇને લોધી રોડ ફ્લાઇઓવરથી, સુંદર નગર, મથુરા રોડ, આઇટીઓથી દીન દયાળ થઇને બીજેપીના મુખ્યાલય પહોંચશે. જેટલીની અંતિમ યાત્રા બીજેપી મુખ્યાલયથી આઇટીઓ, લાલ બત્તીથી બહાદુર શાહ ઝફર રોડથી એમ્બેસેડર બસ ટર્મિનલ, રાજધાટ રિંગ રોડ, શાંતિ વન, યમુના બજાર રિંગ રોડથી નિગમબોધ ઘાટ પહોંચશે.
જયાં અરૂણ જેટલીના પાર્થિવ દેહને નિગમબોધ ઘાટ ખાતે બપોરના 2:30 વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U0M0ru
No comments:
Post a Comment