સુરત, તા.25 ઓગસ્ટ 2019, રવિવાર
મગદલ્લા સીકે પીઠાવાલા કોલેજ પાસે શુક્રવારે સાંજે તાપી નદીમાં પાણીમાં તરતી અજાણ્યા પુરુષની નગ્ન હાલતમાં લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી.
નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મગદલ્લા રોડ સી કે પીઠાવાળા કોલેજ તરફના રોડ પર પમ્પિંગ સ્ટેશનથી આગળ તાપી નદીમાં 35 વર્ષીય એક અજાણ્યા પુરુષની લાશ નદી 70 મીટર અંદર તરતી હતી. આ અંગે કોઈ ફાયરબ્રિગેડને ફોન કરતા તરત ફાયર જવાનો ત્યાં જઈને તેમને બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે યુવાન નગ્ન હાલતમાં મળી આવ્યો હતો. તેના ડાબા હાથની કોણીથી કાંડા સુધીના ભાગે ટેટૂ ચીતરાવેલુ છે. મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો છે. આ અંગે ડુમસ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Pg09Cg
No comments:
Post a Comment