સુરત: કતારગામમાં કાપડના યુનિટમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લાગેલી આગે ત્રીજા માળને ઝપેટમાં લીધો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 25 August 2019

સુરત: કતારગામમાં કાપડના યુનિટમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લાગેલી આગે ત્રીજા માળને ઝપેટમાં લીધો

સુરત, તા.25 ઓગસ્ટ 2019, રવિવાર

કતારગામના વસ્તા દેવડી રોડ પર કાપડ યુનિટમાં શુક્રવારે રાત્રે ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટના લીધે ગ્રાઉન્ડ ફ્લોર પર આગ ભભુકી ઉઠી હતી. ઓટીએસમાંથી ગયેલા ધુમાડાને લીધે ત્રીજા મારી એમ્બ્રોઈડરી ખાતાને આગે ઝપેટમાં લેતા અફડાતફડી મચી જવા પામી હતી.

સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ કતારગામ ખાતે વસ્તાદેવડી રોડ પર આવેલી સાગર ઈન્ડસ્ટ્રીઝમાં ગ્રાઉન્ડ પર આવેલું કાપડ યુનિટમાં કોટન યુનિટના ખાતામાં શુક્રવારે મોડી રાત્રે ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટના લીધે આગ ફાટી નીકળી હતી. 

કોટન આગની ઝપેટમાં આવવાથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. જેથી ખાતામાં ઓ ટી એસ માંથી ધુમાડાના ગોટેગોટા ત્રીજા માળે એમ્બ્રોઈડરી ખાતામાં ગયા હતા જેને કારણે એમ્બ્રોઈડરી ખાતામાં આગ ભભૂકી હતી.

આ અંગે ફાયર ઓફિસર રમેશ સેલરને જાણ થતા ફાયર જવાનો સાથે ઘટનાસ્થળે ધસી ગયા હતા એટલું જ નહી પણ ત્યાં કતારગામ, કોસાડ ,મુગલીસરા ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે ધસી ગઈ હતી ફાયર જવાનો સેટર પાણીનો છંટકાવ શરૂ કર્યું હતું.

જોકે કોટનના લીધે ધુમાડાના ગોટેગોટા નીકળતા હોવાથી ફાયર જવાનોને આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. એકતા ગ્રાઉન્ડ ફ્લોર પર જવાનો આવતા હતા અને બીજી તરફ બીજા જવાનો એમ્બ્રોઈડરી ખાતામાં આગ ઓલવતા હતા.

બંને ખાતામાં સંપૂર્ણ કાબૂ મેળવતા અઢી કલાક જેટલો સમય ફાયરબ્રિગેડને લાગ્યો હતો. ફાયર જવાનોએ ત્રીજા માળે આગ ફેલાવવા નહીં દેવાથી એમ્બ્રોઇડરી મશીન અને અન્ય વસ્તુઓ બચી ગઇ હોવાનું ફાયર સૂત્રોએ જણાવ્યું હતું.

આ ઉપરાંત ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લાગેલી આગમાં મશીન વેસ્ટિજ કોટન યાન સહિતની ચીજવસ્તુઓ બળી ગઈ હતી અને એમ્બ્રોઈડરી ખાતામાં કાપડ સહિતની ચીજવસ્તુઓ બળી ગઇ હોવાનું ફાયર સૂત્રોએ જણાવ્યું હતું.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MCU3tu

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages