PM મોદીએ જેટલીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું મારો મિત્ર અરૂણ ચાલ્યો ગયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 25 August 2019

PM મોદીએ જેટલીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું મારો મિત્ર અરૂણ ચાલ્યો ગયો

બહેરીન, તા.25 ઓગસ્ટ 2019, રવિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પહેલી વાર બહેરીન પહોંચ્યા અને ત્યાંના નેશનલ સ્ટેડિયમમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યા. બહેરીનમાં પોતાના સંબોધનના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂંધાયેલા સ્વરે અરૂણ જેટલીને યાદ કર્યા. એમણે કહ્યુ કે, 'હું ખૂબ દુ:ખી છું, આજે મારો મિત્ર અરૂણ ચાલ્યો ગયો.' 

PM મોદીએ કહ્યુ કે, 'જ્યારે બધા લોકો કૃષ્ણ જન્મોત્સવ મનાવી રહ્યા છે, એ સમયે મારા અંદર એક દુ:ખની લાગણી છે. હું મારા દુ:ખને છુપાવીને બેઠો છું. વિદ્યાર્થી જીવનથી જે મિત્રની સાથે સાર્વજનિક જીવનના એકથી એક કદમ સાથે ચાલ્યા.રાજકીય સફર સાથે-સાથે શરૂ કરી. એકબીજાની સાથે જોડાયેલા રહ્યા અને સાથે મળીને લડતા રહેવું. સપનાને સજાવવું અને સપનાને પૂર્ણ કરવું આવી લાંબી મંજિલ જે મિત્રની સાથે પૂર્ણ કરી, એ જ મિત્ર અરૂણ જેટલીએ આજે જ તેમનું નિધન થઇ ગયું.'

અરૂણ જેટલીના નિધન પર દુ:ખને વ્યક્ત કરતા PM મોદીએ કહ્યુ કે, ' હું કલ્પના પણ નથી કરી શકતો કે, હું આટલો દૂર અહીંયા બેઠો છું અને મારો મિત્ર અરૂણ ચાલ્યો ગયો. આ જ મહિને કેટલાક દિવસો પહેલા પૂર્વ વિદેશ મંત્રી બહેન સુષમા સ્વરાજ પણ ચાલ્યા ગયા અને આજે મારો મિત્ર અરૂણ પણ ચાલ્યો ગયો. મારા માટે ઘણો કપરો સમય છે. એક તરફ હું કર્તવ્યભાવથી બંધાયેલો છું અને બીજી તરફ મિત્રતાથી. આ સમયગાળો લાગણીઓથી ભરેલો છે. હું બહેરીનની ધરતી પરથી ભાઇ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ અર્પણ કરૂ છું અને તેમને પ્રણામ કરૂ છું. સાથે જ ભગવાન તેમના પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે, આ જ ભગવાનને પ્રાર્થના.'



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33XpS5I

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages