બનાસકાંઠામાં 9 અને 10 ઓગષ્ટના અતિભારે વરસાદ થવાની આગાહી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 7 August 2019

બનાસકાંઠામાં 9 અને 10 ઓગષ્ટના અતિભારે વરસાદ થવાની આગાહી

પાલનપુર, તા. 7 ઓગસ્ટ 2019, બુધવાર

બનાસકાંઠા જિલ્લામાં વરસાદે એક સપ્તાહના વિરામ બાદ પુનઃ પધરામણી કરવાની આગાહી કરાઈ છે. આગામી તા. ૯ અને ૧૦ ઓગષ્ટના બે દિવસ દરમ્યાન બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેને લઈ જિલ્લાનું ડિઝાસ્ટર તંત્ર એલર્ટ બન્યું છે અને વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લામાં એક સપ્તાહ અગાઉ ચોમેર નોંધપાત્ર વરસાદ થતા લોકોમાં ખુશાલી છવાઈ હતી. જિલ્લામાં સર્વત્ર ખેતીલાયક વરસાદ પડયા બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. જેને લઈ વાતાવરણમાં બફારા અને ઉકળાટનું પ્રમાણ વધતા લોકો અકળાઈ ઉઠયા હતા. જે વચ્ચે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા તેમજ અપર એરસાયક્લોની સિસ્ટમ કાર્યરત થતા બનાસકાંઠામાં આગામી ૯ અને ૧૦ ઓગષ્ટના રોજ હળવાથી ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જોકે બનાસકાંઠામાં વર્ષ ૨૦૧૭માં ભારે વરસાદને લઈ તબાહી સર્જાઈ હતી. ત્યારે ચાલુ વર્ષે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દરમ્યાન ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવતા વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે બનાસકાંઠા  ડિઝાસ્ટર વિભાગ દ્વારા ખાસ તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે અને ભારે વરસાદના સમયે લોકોના જાનમાલના રક્ષણ માટે અધિકારીઓને સ્ટેન્ડ બાય  રહેવાના આદેશ કરાયા છે સાથે પુરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એન.ડી.આર.એફ. ની ટીમ પણ તૈનાત કરવામાં આવેલી છે.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2M5eoHV

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages