કટોસણમાં આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હૂમલો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 7 August 2019

કટોસણમાં આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હૂમલો

મહેસાણા,તા.7 ઓગસ્ટ 2019, બુધવાર

મહેસાણાના કટોસણ ધનપુરા ગામ ખાતે પેટ્રોલીંગ દરમિયાન પ્રોહિબીશનના આરોપીની બાતમી મળતા આરોપીને પકડવા ગયેલ સાંથલ પોલીસ પર તલવાર, પાઈપ, ધોકાથી હૂમલો કરવામાં આવતા ચકચારી મામલો બન્યો છે. હિંચકારા હૂમલામાં સાંથલ પોલીસ મથકના પીએસઆઈ તેમજ એક કોન્સ્ટેબલને માથાના ભાગે ઈજા પહોંચાડતા સાંથલ પીએચસી અને ત્યારબાદ મહેસાણા સારવાર અર્થે ખશેડાયા હતા.

સાંથલ પોલીસ મથકના પીએસઆઈ વી.એન.રાઠોડ અને તેમની ટીમ મંગળવાર રાત્રીએ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન કટોસણ-ધનપુરા ગામ ખાતેથી પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપી કરણસિંહ કનુભા ઝાલા નીકળવાના છે તેવી બાતમી મળતા પીએસઆઈ સહિતનો સ્ટાફ કટોસણ ખાતે પહોંચ્યો હતો અને આરોપીને પકડતા આરોપીએ બૂમાબૂમ કરી મુકતા તેના સાગરિતો આવી પહોંચ્યા હતા અને જોતજોતામાં ૪૦થી વધુ લોકોના ટોળાએ પોલીસને ઘેરી લીધી હતી. જેમાં તલવાર, ધોકા, પાઈપથી પોલીસ પર હૂમલો કરવામાં આવતા આ હૂમલામાં પીએસઆઈ વી.એન.રાઠોડને માથામાં તેમજ કોન્સ્ટેબલ જગદીશભાઈને પણ માથામાં ઈજા થતા બન્નેને સાંથલ પીએચસીમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ત્યાંથી વધુ સારવારની જરૃરિયાત ઉભી થતા બન્નેને મહેસાણા ખાતે ખસેડાયા હતા. 

20થી વધુના ટોળા સામે હત્યાનો પ્રયાસ અને લૂંટની ફરિયાદ

આ મામલે સાંથલ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ચેતન જુજારજીએ ૧૯ સામે નામજોગ સહિત ૨૦થી વધુના ટોળા સામે હત્યાનો પ્રયાસ અને લૂંટની ફરિયાદ નોંધાવી હતી.

આરોપીના નામ

જયેન્દ્ર ઉર્ફે બકુલ રાજેન્દ્રસિંહ ઝાલા, અર્જુન જલુભા ઝાલા, સુખદેવ ભીખુભા ઝાલા, કરણ કનુભા ઝાલા, અંદુભા ઈશુભા ઝાલા, અંદુભા વાઘાજી ઝાલા, ચેતન હમીરજી ઝાલા, અર્જુનસિંહ વનુભા ઝાલા, સિધ્ધરાજ વનુભા ઝાલા, ધીરૃભા માલભા ઝાલા, મનુભા માલભા ઝાલા, સિદ્ધરાજ જબ્બરસિંહ ઝાલા, ટીનુ રાજેન્દ્રસિંહ ઝાલા, હરિચંદ્ર જીતુભા ઝાલા, ભાવુભા માનભા ઝાલા, અશોકસિંહ ઝાલા, હિતેન્દ્ર નવલસિંહ ઝાલા, સિદ્ધરાજ કાળુભાઈ ઝાલા, અજીતસિંહ ભાઈલુભા ઝાલા

ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

નાઈટ પેટ્રોલીંગ દરમિયાન પોલીસ પર હૂમલા બાદ ગામમાં વાતાવરણ તંગ બન્યું હતું ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર અને સુરક્ષાના કારણોસર  ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે ગામમાં એલસીબી અને એસઓજી સહિતની ટીમો પણ ખડકી દેવામાં આવી હતી.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YzrMdW

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages