
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 25 ઓગસ્ટ, 2019, રવિવાર
પાકિસ્તાને ભારતીય ક્ષેત્રમાં વધુ પાણી છોડતાં સતલજ નદી વિસ્તારના કેચમેન્ટના પાકિસ્તાની સરહદે આવેલા પંજાબની સરહદના ફિરોઝપુર જિલ્લાના કેટલાક ગામડાઓ પાણીમાં ડુબી જવાનો ભય ઊભો થયો હતો.
અધિકારીઓએ રવિવારે કહ્યું હતું કે ફિરોઝપુર જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે સાવચેતીના પગલાં રૂપે સેના અને એમડીઆરએફની ટીમોને તૈનાત કરાઇ હતી.આમપંજાબમાં પહેલાથી જ પૂરની સ્થિતિ ખરાબ હતી જે પાક. દ્વારા પાણી છોડતાં વધુ ખરાબ થવાનો ભય ઊભો થયો હતો.
'પાકિસ્તાને જંગી જથ્થામાં પાણી છોડયું હતું જેના કારણે તેન્ડીવાલા ગામમાં મોટું નુકસાન થયું હતું અને હવે તો કેટલાક ગામડાઓમાં પૂરનો પણ ભય ઊભો થયો હતો'એમ પંજાબ સરકારના એક પ્રવકતાએ કહ્યું હતું. પરંતુ સચેત વહીવટી તંત્ર અનેક પૂરગ્રસ્ત ગામડાઓના લોકોને અન્યત્ર ખસેડી લીધા હતા અને સાવચેતીના પગલાં રૂપે આરોગ્ય વિભાગની ટીમોને પણ તૈનાત કરાઇ હતી.
ઉપરાંત પુરવઠા વિભાગ અને અન્ય વિભાગોને પણ તૈયાર રહેવા કહેવામાં આવ્યું હતું. પંજાબના મુખ્ય પ્રધાન અમરિન્દ્ર સિંહે જળ સ્ત્રોક વિભાગને ભારત-પાક.ની સરહદે આવેલા ગામડાઓમાં સ્થિતિ પર નિયંત્રણ રાખવા સેના સાથે મળી એક સંયુક્ત યોજના બનાવવા કહ્યું હતું.
ફિરોઝપુર, જલંધર, કપુરથલા અને રૂપનગર જિલ્લાઓની પૂરની સ્થિતિની સમીક્ષા કરવા કહ્યું હતું. તેમણે જળ સ્ત્રોત વિભાગના અગ્ર સચિવને પાસેના ગામડાઓમાં પૂરના પાણી ના ઘુસે તે જોવા યુધ્ધના ધોરણે કામ કરવા અને તેન્ડીવાલા એમ્બાર્કમેન્ટ પર ચાંપતી નજર રાખવા આદેશ કર્યો હતો.મુખ્ય પ્રધાને ફિરોઝપુરના નાયબ કમિશનરને વધતા જતા પૂરના પાણીની અસર ખળવા એનડીઆરએફની ટીમને તૈયાર રાખવા પણ સુચના આપી હતી.
પ્રવકતાએ કહ્યું હતું કે લોકોને જરાય ગભરાવવાની જરૂર નથી, કારણ કે વહીવટી તંત્ર ગને તેવી સ્થિતિને પહોંચી વળવા અને સંભવિત અસર ગ્રસ્ત જગ્યાએ ઝડપથી રાહત સામગ્રી પહોંચડાવા તૈયાર છે.તેન્ડીવાલા ગામમાં એમ્બાર્કમેન્ટને થયેલા નુકસાનને વહેલી તકે રિપેર કરવા સિંચાઇ અને ગટર વિભાગને પહેંલાથીજ રોકી રાખવામાં આવ્યા હતા.
રેતી ભરેલી થેલીઓ મોટી સંખ્યામાં ભેગી કરી લેવામાં આવી હતી અને એમેબાર્કમેન્ટને વધુ મજબૂત બનાવવા કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી. 'પાકિસ્તાને વિપુલ માત્રામાં છોડેલા પાણીને છોડતાં એમેબાર્કમેન્ટને થયેલા નુકસાનને રિપેર કરવા માટે યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઇ હતી'એમ પ્રવ કતાએ કહ્યું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30xnVLb
No comments:
Post a Comment