
(પીટીઆઈ) ઇન્દૌર, તા. 25 ઓગસ્ટ, 2019, રવિવાર
ભારે વરસાદના કારણે ગુજરાતના સરદાર સરોવર બેંધની સપાટી વધતા બેકવોટરના સ્તરમાં પણ વધારો થતાં મધ્ય પ્રદેશના ઘાર જિલ્લાનું એક ગામ ડુબવા માંડયું હતું.રવિવારે બેકવોટર 133 મીટર સુધી પહોંચી ગયું હતું જે ભયજનક સપાટીથી 6.5 મીટર ઉપર છે. આના કારણે હજારો વૃક્ષો, કૃષિની જમીન અને માનવ વસાહતોનો મોટો ભાગ ડૂબમાં ગયો હતો.
બેકવોટર નદીનો જ એક ભાગ હોય છે જે માં લગભગ કોઇ જ કરન્ટ નથી અને વૃક્ષો જેવા કુદરતી અવરોધો તેમજ બંધ બાંધવાના કારણે નદીના પ્રવાહને રોક્યા પછી સર્જાય છે.
બે સદીઓ જુના આ ગામની વસ્તી આશરે દસ હજાર છે અને તે પૈકીના લગભગ બધાજ ભીની આંખે એ તમામ સાધન અને ઘર વખરીને જોઇ રહ્યા છે જે તેમણે વસાવી હતી અને ક્યારે તેમના જીવનનો એક ભાગ હતી. આ ગામ ઉરી બાઘીની નદીના કાંઠે વસેલું છે અને છેલ્લા 20 દિવસથી નર્માદા ડેમમાં છોડેલા પાણીના કારણે ડુબમાં છે.
બંધના કારણે અસરગ્રસ્તોના નેતા અને સ્થાનિક કામદાર સંગઠનના પ્રમુખ દેવેન્દ્ર કુમાર કામદારે કહ્યું હતું કે 'રવિવારે નિસારપુરથી આશરે ચાર કિમી દૂર સુધી સરદાર સરોવર ડેમના બેકવોટરનું સ્તર 133 મીટર હતું જે ભયજનક સપાટીથી 6.5 મીટર ઉપર હતું.
તો મધ્ય પ્રદેશ સરકારના નર્માદા વેલી ડેવેલપમેન્ટ ઓથોરિટીના એક અધિકારીએ કહ્યું હતું કે ભારે વરસાદ પડતાં અમે નર્મદા નદી અને તેની પેટા નદીઓમાં ડેમમાંથી પાણી છોડીએ છીએ. નિસારપુર નજીક પાણીનું સ્તર ભયજનક સપાટીથી ઉપર હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NwO4q4
No comments:
Post a Comment