ગ્રિલ્સના કાનમાં ડિવાઇસ હતું, જેણે હિંદીનું અંગ્રેજી કર્યુ : મોદી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 25 August 2019

ગ્રિલ્સના કાનમાં ડિવાઇસ હતું, જેણે હિંદીનું અંગ્રેજી કર્યુ : મોદી


(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 25 ઓગસ્ટ, 2019, રવિવાર

વડાપ્રાન નરેન્દ્ર મોદી 12 ઓગષ્ટના રોજ ડિસ્કવરી ચેનલના જગ વિખ્યાત શો મેન વર્સેજ વાઇલ્ડમાં દેખઆયા હતા. શોના હોસ્ટ બેયર ગ્રિલ્સ સાથએ આ તેમનો સ્પેશિયલ એપિસોડ હતો.

આ એપિસોડ દુનિયાનો સૌથી ટ્રેન્ડિંગ ટેલીવિઝન ઇવેન્ટ પણ બન્યો હતો. આ એપિસોડ જોયા બાદ બધાના મનમાં એક સવાલ  ઉઠયો હતો કે અંગ્રેજી ભાષા સમજનાર બેયર ગ્રિલ્સ મોદીનું હીંદી કઇ રીતે સમજતા હતા?

આ એપિસોડ દરમિયાન બેયર ગ્રિલ્સ અને વડાપ્રધાન મોદી તેમના અનુભવો વિશે વાત કરી હતી. આખા એપિસોડમાં મોદી હીંદીમાં જ વાત કરે છે, તો પણ તેમની વાતો ગ્રિલ્સ સમજી જાય છે. ત્યારે વડાપ્રધાન મોદીએ પોતે આ વાતનો ખુલાસો કર્યો છે.

તેમણે જણાવ્યું છે કે ઘણા લોકોએ તેમને પુછ્યુ કે બેયર ગ્રિલ્સ હીંદી કઇ રીતે  સમજતા હતા? શું શોને એડિટ કરવામાં આવ્યો હતો કે પછી અનેક વાર શૂટ કરવામાં આવ્યો હતો? 

આ સવાલનો જવાબ આપતા તેમણે જણાવ્યુ કે મારા અને ગ્રિલ્સ વચ્ચે ટેકનોલોજીએ મહત્વપૂર્ણ ભુમિકા નિભાવી છે. એક વાયરલેસ ડિવાઇસ ગ્રિલ્સના કાનમાં લગાવેલુંહતું, જે બહુ ઝડપથી હીંદીનું અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરતું હતું. ઉલ્લેખનીય છે કે આ એપિસોડને દુનિયાભરના લોકોએ જોયો હતો. દુનિયામાં અત્યાર સુધીમાં સૌથી વધુ જોવાયેલ શો બન્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZjDpp1

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages