હિંમતનગર તા.7 ઓગસ્ટ 2019, બુધવાર
હિંમતનગર તાલુકાના ઉમિયાનગરમાં રહેતા છોકરાઓ અને છોકરીઓ વચ્ચે પાંચ દિવસ અગાઉ થયેલા ઝઘડા બાદ તેનું સમાધાન થઈ ગયુ હતુ. તેમ છતાં ૧૧ જણાએ ગેરકાયદે મંડળી રચી એકસંપ કરી ઉમિયાનગરના શખ્સ પર મંગળવારે હુમલો કરી ગડદાપાટુનો માર માર્યાની ફરીયાદ હિંમતનગર એ.ડીવીજન પોલીસ સ્ટેશનમાં નોધાવા પામી હતી.
ઉમિયાનગર (હાજીપુર)માં રહેતા કુલદિ૫સિંહ ભુપેન્દ્રસિંહ જાડેજાએ નોધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ ગત તા. ૩ ઓગષ્ટના રોજ હિંમતનગરની મોર્ડન હાઈસ્કુલમાં કોઈક બાબતે છોકરાઓ અને છોકરીઓ વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ આ મામલો તેમના વાલીઓ સુધી પહોચ્યો હતો. અને ઝઘડાનું સમાધાન પણ થઈ ગયુ હતુ.
તેમ છતાં હિંમતનગર તાલુકાના ગોવિંદપુરા ગામના ૧૧ જણાએ ભેગા મળીને ઉમિયાનગર જઈ કુલદિપસિંહ જાડેજા સાથે ઝઘડો કરી મંગળવારે ફરીથી મારામારી કરી ગડદાપાટુનો માર મારી ધમકી આપી હતી. જેથી કુલદિપસિંહ જાડેજાએ ૧૧ જણા વિરૃધ્ધ હિંમતનગર એ.ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી.
જેમાં દશરથસિંહ દલપતસિંહ રાઠોડ,મદનસિંહ ચેહરસિંહ રાઠોડરાકેશસિંહ ચેહરસિંહ રાઠોડ,રામસિંહ કુબેરસિંહ રાઠોડ,દિલીપસિંહ રામસિંહ રાઠોડ, હરિસિંહ રાઠોડ,કલ્યાણસિંહ હજુરસિંહ રાઠોડ,ફુલસિંહ લાલસિંહ રાઠોડ,જગતસિંહ લાલસિંહ રાઠોડ,રાજેન્દ્રસિંહ જવાનસિંહ રાઠોડ અને મિતેશસિંહ રાઠોડ (તમામ રહે.ગોવિંદપુરા)નો સમાવેશ થયો છે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MOmC6G
No comments:
Post a Comment