
નવી દિલ્હી, 25 ઓગસ્ટ 2019, રવિવાર
ગૂગલ, એમેઝોન અને એપલના વર્ચુઅલ આસિસ્ટેંટને લઈ છેલ્લા ઘણા સમયથી વિવાદો થઈ રહ્યા છે. છાશવારે ખબરો સાંભળવા મળે છે કે આ ત્રણેય વર્ચુઅલ આસિસ્ટેંટસ યૂઝર્સની પ્રાઈવેટ વાતો સાંભળે છે. જો કે હવે ટેક કંપનીઓએ પણ આ વાતની પુષ્ટિ કરી છે કે તે કોન્ટ્રેટકટર્સની મદદથી યૂઝર્સની રેકોર્ડિંગ સાંભળતા હતા.
એપલએ યૂઝર્સની પ્રાઈવસીને ધ્યાનમાં રાખી અને ઓડિયો ક્લિપ સાંભળતા પોતાના 300 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા છે. કંપનીએ જે 300 કર્મચારીઓને છૂટા કર્યા છે તેઓ એક શિફ્ટમાં 1 હજાર ઓડિયો ક્લિપ સાંભળતા હતા જેથી સીરીને વધારે સારી રીતે કામ કરતી કરી શકે. જો કે તે લોકો પોતાની મરજીથી વાતો સાંભળતા ન હતા. પરંતુ એપલ જ તેમને આ કામના પૈસા આપતી. આ અગાઉ પણ એપલએ પ્રાઈવસી અને ડેટા લીકની ખરાબ થતી સમસ્યાને ધ્યાનમાં રાખી આ પ્રોગ્રામને બંધ કરવાનું નક્કી કર્યું હતું.
થોડા દિવસો પહેલા જ રિપોર્ટ સામે આવ્યો હતો કે એમેઝોનની એલેક્સા અને ગૂગલ પણ યૂઝર્સની વાતો સાંભળે છે. તેવામાં એપલના એક જૂના કોન્ટ્રેકટરે દાવો કર્યો છે કે એપલ કોન્ટ્રેક્ટર્સને સીરીના યૂઝર્સની વાતો સાંભળવાના પૈસા પણ આપે છે. રિપોર્ટ અનુસાર તેઓ યૂઝર્સની બેડરૂમની વાતો પણ સાંભળે છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Zp2haS
No comments:
Post a Comment