આજથી જૈનોના પર્વાધિરાજ પયુર્ષણ મહાપર્વનો આરંભ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 25 August 2019

આજથી જૈનોના પર્વાધિરાજ પયુર્ષણ મહાપર્વનો આરંભ

ભુજ, રવિવાર 

તપગચ્છ જૈન સંઘ અને ખરતરગચ્છ જૈન સંઘમાં સોમવારાથી પર્વાિધરાજ પર્યુષણ મહાપર્વનો પ્રારંભ થશે. જ્યારે અચલગચ્છ જૈન સંઘ આઠ કોટી મોટીપક્ષ સૃથાનકવાસી સંઘ, છ કોટી સૃથાનકવાસી અને નાની પક્ષ સૃથાનકવાસી જેન સંઘ વગેરે સંઘોમાં મંગળવારાથી પર્યુષણનો આંરભ થશે. 

અમદાવાદ, વડોદરા, મુંબઈ વગેરે સૃથળોએાથી વતનપ્રેમી જૈનો પર્વાિધરાજ પર્યુષણ મહાપર્વ ઉજવવા બહોળી સંખ્યામાં પોતાના ગામ આવી પહોંચ્યા છે. કચ્છમાં જિનાલયોને ધજા- પતાકાઓાથી શણગારવામાં આવ્યા છે. સંતોની નિશ્રામાં ઉજવાનારા આઠ દિવસીય પર્વ પહેલા જ ૮, ૧૫ કે ૩૦ ઉપવાસના મંડાણ થઈ ચુક્યા છે. આ પર્વ દરમિયાન ઘરેઘરે તપના તોરણ બંધાશે. જેમાં ઉપવાસ, છઠ્ઠ,અઠ્ઠમ,અઠ્ઠાઈ વગેરે ઉપરાંત આયંબિલ,એકાસણા,બ્યાસણા, દેવદર્શન, ગુરૃવંદન , જીનવાણી,સામાયિક, પ્રતિક્રમણ, ભક્તિભાવના વગેરેમાં જોડાઈને ભાવિકો આરાધના કરશે. જિનાલયોમાં કલાત્મક આંગીના દર્શન કરવા ભાવિકોની ભીડ જામશે.



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U4bZOT

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages