બાળાસાહેબ ઠાકરે સ્મારક માટે મેયર બંગલા પાસેની જમીન ઉપલબ્ધ થઇ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 6 August 2019

બાળાસાહેબ ઠાકરે સ્મારક માટે મેયર બંગલા પાસેની જમીન ઉપલબ્ધ થઇ


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.06 ઓગસ્ટ 2019, મંગળવાર

શિવસેના પ્રમુખ દિવંગત બાળાસાહેબ ઠાકરેના ભવ્ય સ્મારકને શિવાજી  પાર્ક મેયર બંગલા ખાતે  નિર્માણ કરવાનો માર્ગ મોકળો બન્યો છે. આ સ્મારક માટે મેયર બંગલાની અડીને આવેલી વધુ ૩૬૨.૦૪ ચો. મીટરની જગા ઉપલબ્ધ થશે. આ જગા બાબતે કેરલિયા મહિલા સમાજ વિરૂદ્ધ મુંબઇ મહાનગર પાલિકાએ હાઇકોર્ટમાં દાખલ કરેલી યાચિકાનો  ફેંસલો આવતાં વધારે જગા મળવાનો માર્ગ બન્યો છે.

સ્મારક માટે ૧૧૫૫૧.૦૧ ચો.મી.ની ક્ષેત્રફળ ધરાવતી જગા બાળાસાહેબ ઠાકરે રાષ્ટ્રીય સ્મારક ટ્રસ્ટને નવેમ્બર ૨૦૧૮માં હસ્તાંતરીત કરવામાં આવ્યા છે. હવે સ્મારક માટે કુલ ૧૧૯૧૩.૦૫ જગા ઉપલબ્ધ થશે.

શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેની જીવનપ્રવાસ બાળાસાહેબ ઠાકરે સ્મારકમાં રજૂ કરાશે. રાજ્ય શાસને મેયર બંગલો તથા  પરિસરમાં બાળાસાહેબ ઠાકરે રાષ્ટ્રીય સ્મારકને ઊભો કરવા માટે માન્યતા આપી હતી. આ સિવાય તમામ આવશ્યક પરવાનગીઓ સંબંધિતોએ આપીહતી.

ઐતિહાસિક મેયર બંગલાના માળખું હેરિટેજમાં હોવાથી તેને અડચણમાં લાવ્યા વગર આ પરિસરમાં જમીન નીચે સ્મારક ઉભો કરાશે. આ મેયરને બંગલાની અડીને આવેલી ૩૬૨.૦૪ ચો.મી.ની જગા કેરલિયા મહિલા સમાજ સંસ્થાને ભાડે આપી હતી. તે જગા સ્મારક માટે લેવા માટે તેને લીઝ રદ કરવામાં કાર્યવાહી કરાઇહતી. ત્યારે પાલિકાની વિરૂદ્ધ કેરલિયા મહિલા સમાજની સંસ્થાએ વડી અદાલતે દરવાજા ખખડાવ્યા હતા. ૧૧ જુલાઇ યાચિકા પર ફેંસલો આપ્યો હતો. દરમિયાન કેરલિયા  મહિલા સમાજને જગાના બદલે પરિસરમાં પર્યાયી જગા આપવાનો હતો.

હવે આ વધારાની જગા મળતાં તે અંગેના પ્રસ્તાવને આજે સુધાર સમિતિની બેઠકમાં સ્વીકૃતિ આપી હતી. જેથી હવે અહીં ભવ્યસ્મારક કામ કરવાને  વેગ મળશે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Kvz6gS

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages