
હિંમતનગર તા.06 ઓગસ્ટ 2019, મંગળવાર
કેન્દ્રના હવામાન વિભાગે ગુજરાતના દક્ષિણ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તા. ૬ થી ૧૦ ઓગષ્ટ દરમ્યાન લો પ્રેસર અને અપર એર સરક્યુલેશનને કારણે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ચાર દિવસ સુધી ભારે અને મધ્યમ વરસાદ થવાની આગાહી કરાઈ છે ત્યારે આગામી ચાર દિવસ સુધીમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. જેને લઈને બંને જિલ્લાના તંત્રને સાવચેત રહેવા તાકીદ કરાઈ છે.
જિલ્લા ડિઝાસ્ટર વિભાગના સુત્રોમાંથી મળતી માહીતી મુજબ કેન્દ્રિય હવામાન વિભાગે તા. ૬ થી ઓગષ્ટ દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં ભારેવરસાદ પડવાની શક્યતા છે. તેની સાથે જ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લીના મોટાભાગના વિસ્તારોમાં છુટોછવાયો અને મધ્યમથી વધુ વરસાદ થવાની શક્યતા છે.
જોકે આ દિવસો દરમ્યાન હવામાન વરસાદ માટે વધુુ સાનૂકુળ રહેશે તો સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા નકારી શકાતી નથી. હવામાન વિભાગની આગાહીના પગલે બંને જિલ્લાના વહીવટીતંત્ર ધ્વારા ડિઝાસ્ટર વિભાગના કર્મચારીઓ તથા તાલુકામ મામલતદારોને સજાગ રહેવા માટે તાકિદ કરી દેવાઈ છે.
દરમ્યાન સાબરકાંઠા પડી ચુકેલા વરસાદ બાદ જિલ્લામાં અનેક ઠેકાણે ગંદકીને કારણે થયેલા માખી-મચ્છરોના ઉપદ્રવને લીધે લોકો તાવ,શરદી અને અન્ય વાયરલ બિમારીઓમાં સપડાઈ રહ્યા છે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YQrJtr
No comments:
Post a Comment