જાણો Android 10ના 7 બેસ્ટ ફીચર્સ વિશે જે બદલી દેશે તમારી લાઈફ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 24 August 2019

જાણો Android 10ના 7 બેસ્ટ ફીચર્સ વિશે જે બદલી દેશે તમારી લાઈફ


નવી દિલ્હી, 25 ઓગસ્ટ 2019, રવિવાર

ગૂગલએ એંડ્રોયડના 10માં વર્ઝનનું પ્રીવ્યૂ જાહેર કર્યું છે. સાથે જ ગૂગલએ સ્પષ્ટ કર્યું છે કે એંડ્રોયડના 10માાં વર્ઝનનું નામ ક્યૂ નહીં પરંતુ એંડ્રોયડ 10 જ હશે. જો કે ગૂગલ એંડ્રોયડના દરેક નવા વર્ઝનનું નામ મીઠાઈના નામ પર રાખતું હતું તે પ્રથા પણ તેમણે આ વખતે તોડી છે. ગૂગલએ સ્પષ્ટ કર્યું છે કે હવે અંડ્રોયડ વર્ઝનના નામ સંખ્યા પર જ રાખવામાં આવશે. તો ચાલો હવે જાણીએ આ નવા વર્ઝનના બેસ્ટ ફીચર્સ વિશે. 

પ્રાઈવસી

એંડ્રોયડની પ્રાઈવસીને લઈ છેલ્લા કેટલાક સમયથી સમસ્યાઓ ચાલે છે. પરંતુ આ નવા વર્ઝનથી યૂઝર્સની પ્રાઈવસી જળવાઈ રહેશે તેવી આશા છે. એંડ્રોયડ 10 સાથે પ્રાઈવસી પર કંટ્રોલ માટે નવી એપ પરમિશન આપવામાં આવશે જેથી તમે નક્કી કરી શકો કે એપ તમારા ફોનમાં શું એક્સેસ કરી શકે અને શું નહીં. તેમાં રનટાઈમ પરમિશન, બેકગ્રાંઉડ એપ રનિંગ અને લોકેશન પર કંટ્રોલ મળશે. આ ઉપરાંત તેમાં લોકેશનને અક્સેસ કરવા લોક કરવાનો વિકલ્પ પણ મળશે.

સ્ક્રીન રેકોર્ડિંગ

એંડ્રોયડ વર્ઝનમાં સ્ક્રીન રેકોર્ડિંગને લઈને વર્ષોથી માંગ હતી. આ માંગ હવે નવા વર્ઝનમાં પૂરી કરવામાં આવી છે. તેમાં ફોનના સેટિંગ્સમાં ડેવલપર્સ ઓપ્શનમાંથી ઓન કરવાનો વિકલ્પ આપવામાં આવશે. ત્યારબાદ એક ટોગલ તમારી સ્ક્રીન પર આવશે જ્યાં તમે રેકોર્ડિંગ શરૂ કરી શકશો. 

ડેસ્કટોપ મોડ

એંડ્રોયડ 10માં તમને ડેસ્કટોપ મોડ પણ મળશે. તેના કારણે તમે ફોનને કોઈપણ લેપટોપ કે મોનિટર સાથે કનેક્ટ કરી શકો છો. ત્યારબાદ ફોનનો ઈંટરફેસ લેપટોપ કે મોનિટર પર આવી જશે. આ મોડ માટે સેમસંગ પોતાની ફ્લેગશિપ ફોનમાં DeXનો સપોર્ટ પણ આપશે જેથી ફોનને માત્ર એક કેબલ કે લેપટોપ સાથે કનેક્ટ કરી શકાશે. 

શેયરિંગ શોર્ટકટ

કોઈપણ લિંક, ફોટો કે વીડિયો શેર કરવા માટે એંડ્રોયડ 10માં નવું શેયરિંગ વિકલ્પ મળશે. અહીં તમને કોન્ટેક્ટ અને કંટેંટ શેરિંગ એપ પણ મળશે. તેમાં બ્લૂટૂથ, જીમેલ, મેસેજ, કોપી ટૂ ક્લિપબોર્ડ અને સેવ ટૂ ટ્રાઈવ જેવા વિકલ્પ પણ મળશે.

ક્યૂઆર કોડ સાથે વાઈફાઈ શેરિંગ

એંડ્રોયડ 10 સાથે પોતાના ફોનમાં કનેક્ટ વાઈફાઈને કોઈ અન્ય સાથે માત્ર એક ક્યૂઆર કોડ વડે શેરિંગ કરી શકાશે. તેવામાં તમને વાઈફાઈનો પાસવર્ડ પુછવો પડશે નહીં. તમે ક્યૂઆર કોડને સ્કેન કરી વાઈફાઈનો ઉપયોગ કરી શકો છો.

સ્ક્રીનશોટ 

એંડ્રોયડ 10માં સ્ક્રીનશોટ લેવાથી તેના પર રાઉંડ કિનારી થશે અને નોચ પણ દેખાશે. અત્યાર સુધીના એંડ્રોયડમાં આવું થતું નહીં.

ડ્યુઅલ સિમ સ્ટેંડબાય

ગૂગલએ પોતાના પિક્સલ ફોનમાં પહેલા ઈ સિમ સપોર્ટ આપ્યો હતો પરંતુ  તમે ઈ સિમ અને ફિઝિકલ સિમ બંનેનો એક સાથે ઉપયોગ કરી શકતા ન હતા. એંડ્રોયડ 10માં ઈ સિમ અને ફિઝિકલ સિમ બનેનો એક સાથે ઉપયોગ થઈ શકશે.




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33Z2HZ1

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages