
નવી દિલ્હી, 25 ઓગસ્ટ 2019, રવિવાર
ગૂગલ પોતાના એંડ્રોયડ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમનું 10મું વર્ઝન લાવવા જઈ રહ્યું છે. તેને એંડ્રોયડ 10 નામ આપવામાં આવ્યું છે. અહીં મહત્વપૂર્ણ વાત એ છે કે દરેક હાથમાં જોવા મળતા એંડ્રોયડ ફોનમાં 193 ખામીઓ છે જેની મદદથી હૈકર્સ ડિવાઈસ કંટ્રોલ કરી શકે છે. આ ખામીઓને લેટેસ્ટ ઓએસ અપડેટમાં ગૂગલ ફિક્સ કરશે તેમ માનવામાં આવી રહ્યું છે. ગૂગલનું પણ કહેવું છે કે એંડ્રોયડ ડિવાઈસની સિક્યોરિટી સાથે જોડાયેલી ખામીઓને એક જ રિલીઝમાં બરાબર કરી દેવામાં આવશે.
ગૂગલએ એંડ્રોયડ સિક્યોરિટી બુલેટીનમાં કહ્યું હતું કે, 2019,09,01 કે તેના પછીના સિક્યોરિટી પેચ લેવલવાળા એંડ્રોયડ 10 ડિવાઈસ આવી ખામીઓથી પ્રોટેક્ટેડ હશે. આ ખામીઓમાં રિમોટ કોડ એક્યૂશન અને એંડ્રોયડ રન ટાઈમ સાથે જોડાયેલું ડિનાયલ ઓફ સર્વિસ ઈશ્યૂ પણ સામેલ છે. આ તમામ ખામીઓનો હૈકર્સ લાભ લઈ શકે છે કારણ કે ગૂગલએ તેનાથી ઊભા થતા જોખમને મોડરેટ લેવલ પર રાખ્યા છે.
ગૂગલનું કહેવું છે કે એંડ્રોયડમાં ખામી હોવા છતા તેમની પાસે ડિવાઈસને નુકસાન થયુ હોય તેવી કોઈ ઘટના આવી નથી. એંડ્રોયડના વર્ઝનની લેટેસ્ટ અપડેટમાં આવી અનેક ખામીઓ દૂર થઈ ચુકી છે. જો કે આ લેટેસ્ટ એંડ્રોયડ 10 અપડેટ જેમની પાસે જૂના ડિવાઈસ છે તેમને મળશે નહીં. એટલે કે જૂના ડિવાઈસમાં ડેટા ચોરી થવાનું રિસ્ક હાલ પણ છે. આ ઉપરાંત ગૂગલએ પ્લે સ્ટોરમાં પણ અનેક ફેરફાર કર્યા છે.
પ્લે સ્ટોર પર હવે કોઈપણ એપને તુરંત પબ્લિશ કરી શકાશે નહીં. કોઈપણ એપને પ્લે સ્ટોર પર દેખાતા પહેલા ઓછામાં ઓછા ત્રણ દિવસની અપ્રૂવલ પ્રોસેસમાંથી પસાર થવું પડશે. ગૂગલ પ્લે પ્રોટેક્ટની મદદથી પ્લે સ્ટોર અને યૂઝર્સના ડિવાઈસમાં હોય તે એપ્સને સ્કેન કરવામાં આવે છે અને જેમાં માલવેર દેખાય છે તેને હટાવી દેવામાં આવે છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U3lpKw
No comments:
Post a Comment