વડાપ્રધાન મોદી જી-7 સમિટ માટે ફ્રાન્સ પહોંચ્યા, ટ્રમ્પ સાથે મુલાકાત થશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 25 August 2019

વડાપ્રધાન મોદી જી-7 સમિટ માટે ફ્રાન્સ પહોંચ્યા, ટ્રમ્પ સાથે મુલાકાત થશે


પેરિસ, તા. 25 ઓગસ્ટ, 2019, રવિવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સમાં યોજાયેલા જી-7 સમિટમાં ભાગ લેવા માટે પહોંચી ગયા છે. આ સમિટમાં પર્યાવરણ, ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેંજ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પર વાત કરશે.

મોદી ઉપરાંત અમેરિકા, બ્રિટન જેવા દેશોના વડાઓ પણ આ સમિટમાં આવ્યા છે જેની મુલાકાત મોદી કરશે. યુએઇ અને બેહરીનની મુલાકાત બાદ મોદી પરત ફ્રાન્સ આવી ગયા છે.    

મોદીની આ મુલાકાતની જાણકારી પીએમઓ દ્વારા આપવામાં આવી હતી, ભારત જી-7 દેશોનો ભાગ નથી પણ ફ્રાન્સના પ્રમુખ એમ્મૂનલ મેક્રોને નરેન્દ્ર મોદીને વ્યક્તિગત આમંત્રણ આપ્યું હતું.

બન્ને દેશના વડાઓ વચ્ચેની મિત્રતાને ધ્યાનમાં રાખીને આ સમિટમાં ભાગ લેવા માટે મોદી પહોંચ્યા હતા. જી7 દેશમાં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, અમેરિકા, જર્મની, ઇટાલી, જાપાનનો સમાવેશ થાય છે. આ સાતેય દેશના વડાઓ આ સમિટમાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા હતા. 

એવી શક્યતાઓ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બન્ને વચ્ચે મુલાકાત થશે જે દરમિયાન ટ્રમ્પ કાશ્મીર મુદ્દે મોદી સાથે વાત કરી શકે છે. પાકિસ્તાન આ મામલે વાતચીત કરવા માટે અમેરિકા પર દબાણ વધારી રહ્યું છે.

આ ઉપરાંત ટ્રમ્પે પોતે પણ ફોન પર 370 નાબુદી અને કાશ્મીરની સ્થિતિ અંગે વાતચીત કરી હતી. આ સપ્તાહે જ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટનમાં કહ્યું હતું કે કાશ્મીર મુદ્દે હું મોદીની સાથે ચર્ચા કરીશ. જી-7 સમિટની બેઠકમાં ભારત અને પાકિસ્તાનના સંબંધો અંગે પણ વાતચીત કરીશ.

ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પષ્ટતા કરી દીધી છે કે આર્ટિકલ 370 નાબુદ કરવી દેશ અને કાશ્મીરના હિતમાં હતી અને આ આંતરીક મામલો હોવાથી તેમાં કોઇ દરમિયાનગીરી ન કરી શકે. અગાઉ આ જ મુદ્દે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં પણ ચર્ચા થઇ હતી તે સમયે પણ અમેરિકા તેમાં જોડાયું હતું. જોકે તે સમયે પણ ભારતે 370 મુદ્દે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી હતી.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KWZOQZ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages