
(પીટીઆઈ) કેલિફોર્નિયા, તા. 25 ઓગસ્ટ, 2019, રવિવાર
વિશ્વભરના તમામ લોકો માટે માહિતીના સ્ત્રોત સમાન ગૂગલ આમ તો ઇન્ટરનેટનો પર્યાય છે. ઉપરાંત દુનિયામાં કામ કરવા માટેના શ્રેષ્ઠ સ્થળોમાં પણ ગૂગલ કંપનીનો સમાવેશ થાય છે. ત્યારે ગૂગલે તેના કર્મચારીઓ માટે નવી ગાઇડલાઇન બહાર પાડી છે. ગૂગલે ઓફિશ્યલ બ્લોગ પોસ્ટ લખીને જણાવ્યુ છે કે તેના કર્મચારીઓએ શું શું કરવું અને શું ન કરવું.
ગૂગલે બ્લોગમાં લખ્યું છે કે કર્મચારીઓએ ઓફિસની અંદર રાજનિતી અને લેટેસ્ટ સમાચારો પર ચર્ચા કરવી નહીં. કર્મચારીઓએ એ જ કામ કરવું જેમના માટે તેમને રાખવામાં આવ્યા છે. કંપની નથી ઇચ્છતી કે કર્મચારીઓ જરૂર વગરના મુદ્દાઓ પર સમય બગાડે. વધુમાં બ્લોગમાં લખેલુ છે કે ગૂગલ સાથે કામ કરવાની તક બધાને નથી મળતી.
દુનિયાભરના કરોડો લોકો ગૂગલ પર વિશ્વાસ કરે છે, માટે કર્મચારીઓ જવાબદાર હોય એ જરૂરી છે. ગૂગલનું કહેવું છે કે કર્મચારીઓ વચ્ચે જે ચર્ચાઓ થાય છે, તેના માટે પણ કંપનીને જવાબદાર ગણવામાં આવે છે. જે ખોટું છે અને તેની ખરાબ અસર થાય છે.
અલગ અલગ ટિમના હેડને પણ જણાવવામાં આવ્યુ છે કે આ ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરનાર કર્મચારી પર કાર્યવાહી કરવામાં આવે. ગત અમેરિકી ચૂંટણીમાં ગૂગલના એક પૂર્વ કર્મચારીના નિવેદનનો આધાર બનાવી ડોનાલ્ડ ટ્રમ્પે ગૂગલ ઉપર પક્ષપાતનો આક્ષેપ કર્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે તેને ધ્યાનમાં રાખીને જ આ નવી ગાઇડલાઇન બહાર પાડી છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2L9ZEEt
No comments:
Post a Comment