પશ્ચિમ કચ્છમાં જુગાર રમતા ૮૭ ઈસમોની રોકડ સાથે ધરપકડ કરાઈ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 25 August 2019

પશ્ચિમ કચ્છમાં જુગાર રમતા ૮૭ ઈસમોની રોકડ સાથે ધરપકડ કરાઈ

ભુજ,રવિવાર

પશ્ચિમ કચ્છમાં જુદા જુદા સૃથળોએ સાતમ-આઠમના સપરમાં દિવસે પોલીસે દરોડા પાડયા હતા. આ દરમિયાન ૮૭ ઈસમોને જુગાર રમતા આબાદ ઝડપી પાડવામાં આવ્યા છે. આ કેસમાં જુગાર ધારા મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કેટલાક સૃથળોએ પોલીસને જોઈને જુગારીઓ ૂઉંભી પુંછડીએ ભાગતા જોવા મળ્યા હતા.

પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ તાલુકાના લોરીયા બસ સ્ટેશનની બાજુમાં જુગાર રમતા જગદીશ ઉર્ફે જગો મહેશ્વરી, ભીમાજી  સોઢા, મોહન મહેશ્વરી, ભાણજી મહેશ્વરી, દેવજી મહેશ્વરી, વેશલજી જાડેજા, લખમશી ભાનુશાલી,  દેવજી પચાણ,  ભીમાજી જાડેજા, પુજાભાઈ મહેશ્વરીના  કબ્જામાંથી ૧૪૦૮૦ કબ્જે કરાયા છે.  બીજી તરફ માધાપરના રામનગરી વિસ્તારમાં ઓસમાણ નોડે, કિશોર લોચા, દિપક મહેશ્વરી, લક્ષ્મણ ગરવા, ડાડા મહેશ્વરી પાસેાથી રોકડ ૧૦પ૩૦ મળી આવ્યા છે. અન્ય એક દરોડામાં ભુજના હોસ્પિટલ રોડ પર બી ડીવીઝન પોલીસે પ્રજ્ઞોશ ઠક્કર, અશોક ઠક્ક, નીલેશ ઠક્કર, ગોપાલ ઠક્ક, અશોક માકાણી, હિંમતગર ગોસ્વામી, રાજેશગર ગોસ્વામીને રોકડ ૧૩૬૪૦ સાથે પકડી પાડયા છે.

ભુજ તાલુકાના માનકુવા ખાતે બાબુલાલ કોલી, આરીફ ચાકી, અરવિંદ કોલી, દામજી મેરીયા, મણીલાલ વાઘેલા, અમલો મેમણ, ડાયા નીંજારને રોકડ રર૯૩૦ સાથે ઝડપી પાડયા હતા.

મોટા આસંબીયા ગામે અબ્દુલ કુંભાર, અર્જુનસિંહ જાડેજા, સુલેમાન કુંભાર, હિંમત ચૌહાણ, ભરત ભટ્ટી, તેજશ ભટ્ટી, મુસ્તાક સમેજા, સંતોષ પરમારને રોકડ ૭૭૩૦, મોબાઈલ નં.૮ સાથે પકડી પાડયા હતા. મુંદરા તાલુકાના સેખડીયા ગામની સીમમાં પાલુ ગઢવી, કારૃ ગઢવી, સૌરાજ ગઢવીને રોકડ ૮૦૭૦ તેમજ લખપત તાલુકાના ધારેશી ગામની સીમમાં નારાણ ખંભુ, લાલજી ગોરડીયા, ભાવન લખુ, રમેશ પાયર, નાનજી પાયરને રોકડ ૧ર૩૩૦ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. પાનૃધ્રો ખાતે કનુભા ચૌહાણ, નરપતસિંહ ચૌહાણ, મનસુખભાઈ હૈડાવને રોકડ ૪૭પ૦, મોબાઈલ નં.૩ સાથે પકડી પાડવામાં આવ્યા છે. અબડાસા તાલુકાના નલિયા ખાતે અલુ કોલી, જીતુ મીઠુ, મોહન કોલીને રોકડ ૧૮૦૦ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. બીજી તરફ જંગડીયા ગામની સીમમાં નારાણ ગરવા, પ્રવીણ બડીયા, અરવિંદસિંહ જાડેજાને રોકડ રૃા.૭૦૦ સાથે પકડી પડાયા છે. મુંદરા તાલુકાના પત્રી ગામે રામસંગ સોઢા, અનિરૃદ્ધસિંહ ઝાલા, રામદેવસિંહ જાડેજા, વિક્રમસિંહ ઝાલા, અમરસંગ ઝાલાને રોકડ રૃા.૧૪૩૦૦ સાથે પકડી પડાયા છે. દોલતપર ગામે પોલીસે અમ્રત મારૃને રોકડ રૃા.૩૩૪૦ સાથે પકડી પડાયા હતા. જ્યારે દયારામ કોલી, રૃપેશ કોલી અને જેઠા ખોખર નાસી છુટયા હતા. મોટી ધુફી ગામે આવેલા સ્માશનની બાજુમાં વલીમામદ મંધરા, વેલુભા જાડેજા, અલી કોલી, ચંદુ મહેશ્વરી, નીલેશ જોગીને રોકડ રૃા.પ૩૦૦ તેમજ કુકડાઉ ગામે જશુભા જાડેજા, જુવાનસિંહ જાડેજા, નરપતસિંહ જાડેજા, ખુમાનસિંહ જાડેજાને રોકડ  ૬૧૦ સાથે પકડી પાડવામાં આવ્યા છે. અન્ય એક દરોડામાં સાંઘી પુરમમાં બલીરામ મિસ્ત્રી, રમેશ વાડા, ભાવેશ બાંભડીયા, વિજયકુમાર વડગામા, જયેન્દ્રસિંહ સવાનીયાને રોકડ રૃા.ર૬પ૦ તેમજ મોટી બેરમાં બચુભાઈ કોલી, ભરત કોલી, શિવરામ કોલીને રોકડ રૃા.૧૩૬૦ સાથે ઝડપી પડાયા છે. બીજી તરફ મોટી બેરમાં અશોકભાઈ મહેશ્વરી, કાનજી કાથા, કાનજી સુમાર, મીઠુ આચાર, રાજેશ રામજી, ચંદ્રસિંહ જામ, સુરેશ માતંગ, ભીમજી મહેશ્વરી, હર્ષદ ઠક્કરને રોકડ ૧૩૬ર૦ સાથે પકડી પડાયા છે. 



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U13HqW

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages