કર્ણાટક, મહારાષ્ટ્ર, ઓડિશા, ગોવામાં પૂર એકનું મોત, 50 હજારથી વધુનું સ્થળાંતર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 6 August 2019

કર્ણાટક, મહારાષ્ટ્ર, ઓડિશા, ગોવામાં પૂર એકનું મોત, 50 હજારથી વધુનું સ્થળાંતર


નવી દિલ્હી, તા.6 ઓગસ્ટ, 2019, મંગળવાર

દેશમાં અનેક રાજ્યોમાં ભારેથી અતી ભારે વરસાદ પડી રહ્યો છે. કર્ણાટકમાં હાલ સૌથી ખરાબ પરિસ્થિતિ છે, અહીં વરસાદને કારણે ભારે પૂર આવ્યું છે, જેને પગલે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. હાલ મહારાષ્ટ્રમાં જે ભારે વરસાદ પડી રહ્યો છે તેનું પાણી કર્ણાટકમા જઇ રહ્યું છે જેને પગલે પણ કર્ણાટકના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે. 

પોલીસના જણાવ્યા અનુસાર એક 25 વર્ષીય યુવકનું બેલાગવીમાં મોત નિપજ્યું છે. ગોવામાં પણ ભારેથી અતી ભારે વરસાદ પડી રહ્યો છે, પરીણામે અહીંના પણજી નજીક આવેલા દિવાન ટાપુ પર અનેક લોકો ફસાયા હતા.

સ્થાનિકોએ અહીં આવેલા પૂરના વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા જેમાં ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યા છે. અન્ય કેટલાક સ્થળોએ વાહનો ફસાયા છે. કર્ણાટક નજીક જ આશરે આઠ બસો ફસાઇ છે જેમાં અનેક મુસાફરો સવાર છે. એક વીડિયોમાં કેટલાક મુસાફરો દાવો કરી રહ્યા છે કે અમે અહીં ચાર દિવસથી ફસાયેલા છીએ. 

ગોવા અને કર્ણાટક બાદ મહારાષ્ટ્રમાં પણ સ્થિતિ ગંભીર જેવી છે, અહીંના કોલ્હાપુર અને સાંગ્લીમાં સૌથી ખરાબ પરિસ્થિતિ છે, અહીં આશરે 50 હજાર જેટલા સ્થાનિકોેને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

કોલ્હાપુરમાં 85 હજાર ઘરોએ વિજળી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે, સુરક્ષાને ધ્યાનમાં રાખી આ પગલુ ભરાયું હતું. મુખ્ય પ્રધાન દેવેંદ્ર ફડણવીસે કર્ણાટકના મુખ્ય પ્રધાન સાથે વાત કરીને વિનંતી કરી હતી કે કર્ણાટકમા પાણીનો નીકાલ કરવામાં આવે કે જેથી મહારાષ્ટ્રમાં પૂરની સ્થિતિ ઉભી ન થાય અને સાંગલી જેવા વિસ્તારોમાં રાહત રહે. ઓડિશામાં પણ પુરની પરિસ્થિતિ વકરી રહી છે.

ઓડિશાના આશરે આઠ જેટલા જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી છે કે અનેક વિસ્તારોમાં ભારેથી અતી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે સમુદ્ર કાંઠે આવેલા રાજ્યો પૈકી ઓડિશામાં એલર્ટ જારી કર્યું છે. અહીં કોઇ પણ માછીમારે હાલ પુર અને ભારે વરસાદ તેમજ વાવાઝોડાની સ્થિતિ હોવાથી માછીમારી ન કરવાની સલાહ આપવામાં આવી છે.

ઓડિશાના આશરે પાંચથી છ જિલ્લાઓમાં ભારેથી અતી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં પણ ઓડિશા જેવી જ સ્થિતિ છે, અહીં આગામી 10મી ઓગસ્ટ સુધી ભારેથી અતી ભારે વરસાદની આગાહી હોવાથી આગામી ચાર દિવસ સુધી માછીમારી ન કરવાની સલાહ આપવામાં આવી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MFBK6a

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages