
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.6 ઓગસ્ટ, 2019, મંગળવાર
જમ્મુ-કાશ્મીરના ત્રણેય ક્ષેત્રોમાં આજે પણ સંપૂર્ણ શાંતિ જોવા મળી હતી. જો કે આજે પણ ઇન્ટરનેટ બંધ હોવાના કારણે આ ક્ષેત્રો આજે પણ વિશ્વથી વિખૂટા પડેલા હતાં. શ્રીનગરમાં સોમવાર સાંજે ધરપકડ કરવામાં આવેલા પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાહ, મહેબૂબા મુફ્તી અને પીપલ્સ કોન્ફરન્સના નેતા સજ્જાદ લોન અંગે પણ કાઇ માહિતી જાણી શકાઇ નથી.
રાજ્યમાં કોઇ પણ સ્થળેથી અપ્રિય ઘટનાના સમાચાર મળ્યા નથી. શ્રીનગરથી ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ દિલબાગ સિંહે જણાવ્યું હતું કે અત્યાર સુધી રાજ્યમાં કાયદો અને સુરક્ષાની સ્થિતિ નિયંત્રણ હેઠળ છે.
શ્રીનગરના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ શાહિદ ઇકબાલ ચૌધરીએ જણાવ્યું હતું કે કડક પ્રતિબંધો અમલમાં હોવા છતાં ઇમરજન્સી કાર્યો માટે લોકોને બહાર નીકળવાની પરવાનગી આપવામાં આવી રહી છે. આ દરમિયાન ફારક અબ્દુલ્લાહે શ્રીનગરમાં પત્રકારોને જણાવ્યું હતું કે જ્યારે પ્રતિબંધાત્મક આદેશો દૂર કરવામાં આવશે ત્યારે અમે બહાર નીકળીશું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YuZbX5
No comments:
Post a Comment