વિકરાળ આગ પર હર્ક્યુલીસ વિમાનમાંથી 12000 લીટર પાણીનો મારો
નવી દિલ્હી, તા. 25 ઓગસ્ટ, 2019, રવિવાર
એમેઝોનના જંગલોમાં લાગેલી વિકરાળ આગને બુઝાવવા માટે બ્રાઝિલની સેનાના જવાનોને શનિવારે ત્યાં તૈનાત કરાયા હતા. આ આગના કારણે વિરોધ પક્ષોને સરકાર પર માંછલા ધોવાની તક મળી હતી અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ આ ભયંકર આગની ચર્ચા ચાલી હતી. પ્રમુુખ જૈર બોલસોનારોએ વૈશ્વિક ચિંતાને બાજુએ રાખવા પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે અગાઉ પણ બિન જંગલના વિસ્તારોમાં આગ લાગી હતી અને રેન ફોરેસ્ટબચી ગયું હતું. જંગલોમાં લાગેલી આગનો સ્વરૂપ ખૂબ જ વિકરાળ હતો.
તો બીજી તરફ એવી પણ ચર્ચા ચાલી રહી હતી કે હાલમાં ફ્રાન્સમાં ચાલી રહેલી જી-સેવન શિખર મંત્રણામાં આ મુદ્દો ચર્ચાશે. આગના બુઝાવવા માટે સરકારે 44 હજાર ફાયર ફાઇટરોને તૈનાત કર્યા હતા.
ફેટરલ તરફથી મદદ માંગનાર છ રાજ્યોમાં પણ કેટલીક ટુકડીઓ રવાના કરાઇ હતી, એમ સંરક્ષણ મંત્રી ફર્નાન્ડો એવેઝેદોએ કહ્યું હતું. જે રાજ્યોએ મદદ માગી હતી તેમાં રોરાઇમા, રોનડોનિયા, પારા,એકર વગેરેનો સમાવેશ થતો હતો. સેનાની પ્રથમ કામગીરીને 700 સૈનિકો પુરી કરશે. સેના દ્વારા સી-130 હર્ક્યુલીસ વિમાન દ્વારા 12000 લિટર પાણીનો છંટકાવ કરવામાં આવશે.
સૌ પહેલા એ વિસ્તારમાં ઉડી રહેલા એક પત્રકારે આગના સમાચાર આપ્યા હતા. શુક્રવારે પત્રકારે ડીફોરેસ્ટ એરિયામાં થોડી જગ્યાએ આગ જોઇ હતી જેને લોકો બુઝાવવા પ્રયાસો કરી રહ્યા હતા. મોટા બાગે ખેતી કામ કરનારાઓએ આગને બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ આગમાંથી બારે ધુમાડો નીકળતા અંતે સરકારે તાત્કાલિક ટુકડીઓ મોકલી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. નોવા સાન્તા મ્યુસિપાલિટીના વિસ્તારમાં પણ આગની અસર જોવા મળી હતી. શુક્રવારે એ જ્ગયાએ થી અનેક ટ્રકો પસાર થઇ હતી તો કેટલાક આગને બુઝાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. બ્રાઝિલની સેનાએ લોકો દ્વારા તેમની કામગીરીની ટીકા થયા પછી કામગીરી શરૂ કરી હતી.
એમેઝોનની આગ એક વૈશ્વિક મુદ્દો બની ગઇ છે. દર વર્ષે આ જંગલોમાં આગ લાગે છે અને લાખો વૃક્ષોનું નિકંદન થાય છે. પરિણામે બ્રાઝિલ અને યુરોપ અને ખાસ તો બ્રિટન વચ્ચે તેંગદિલી ઊભી થઇ હતી. આ વખતે તો અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે પણ મદદની ઓફર કરી હતી. આંતરરાષ્ટ્રીય દબાણ છતાં પ્રમુખ બોલસોનારોએ કહ્યું હતું કે સ્થિતિ સામાન્ય બની ગઇ છે અને અમને વિદેશોની મદદની જરૂર નથી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/325ti4y
No comments:
Post a Comment