
નવી દિલ્હી, તા. 25 ઓગસ્ટ, 2019, રવિવાર
આર્ટિકલ 370 નાબુદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયના વખાણ કર્યાના ત્રણ સપ્તાહ બાદ હવે શિવસેનાએ કેન્દ્ર પર આ જ મુદ્દે પ્રહારો પણ કર્યા હતા. શિવસેનાએ કહ્યું છે કે સર્જિકલ સ્ટ્રાઇક કરી લેવાથી કે આર્ટિકલ 370 નાબુદ કરી દેવાથી દેશમાં હાલ જે બેરોજગારી છે તેને દુર નહીં કરી શકાય. સામનામાં છપાયેલા લેખમાં શિવસેનાએ આ ચાબખા માર્યા હતા. શિવસેનાના મુખપત્ર સામનામાં શિવસેનાના સાંસદ સંજય રાવતે આ કટાક્ષ કર્યો હતો.
તેમણે પોતાની કોલમ રોકટોકમાં લખ્યું હતું કે આર્ટિકલ 370 નાબુદ કરવી અને સર્જિકલ સ્ટ્રાઇક કરવી આ બધા જ મુદ્દા ફાસ્ટ ફૂડ જેવા છે તેનાથી દેશની બેરોજગારીની સમસ્યાને દુર ન કરી શકાય. આ સાથે જ દેશના પૂર્વ વડા પ્રધાન જવાહર લાલ નેહરૂનો શિવસેનાએ બચાવ કર્યો હતો.
સેનાએ જણાવ્યું હતું કે કેન્દ્રની મોદી સરકાર દેશની વર્તમાન સ્થિતિ માટે નેહરૂને જવાબદાર ઠેરવી બદનામ કરવાનું બંધ કરે. 2014માં સત્તામાં આવ્યા તે પહેલા ભાજપે દેશમાં વર્ષે બે કરોડ રોજગારી ઉભી કરવાનું વચન આપ્યું હતું, પણ ગયા વર્ષે જ દેશમાં નોટબંધી જેવા નિર્ણયોને કારણે આશરે 1.10 કરોડ લોકોએ નોકરી ગુમાવવી પડી.
સામનામાં ચાબખા મારતા સેનાના નેતાએ કહ્યું હતું કે મોદી હાલ વિદેશ પ્રવાસે છે, તેઓ દેશ વિદેશ ફરી રહ્યા છે અને પ્રખ્યાત થઇ રહ્યા છે પણ દેશમાંથી જો બેરોજગારીની સમસ્યાનું નિરાકરણ ન લાવવામાં આવ્યું તો દેશમાં લોકોનો ગુસ્સો જાગશે તેને કોઇ નહીં રોકી શકે. હાલ દેશના ઓટોમોબાઇલ, રીઅલ એસ્ટેટ, સંરક્ષણ ઉત્પાદન, રિટેલ, ટેલિકોમસ ટેક્સટાઇલ સેક્ટર સૌથી વધુ સંકટમાં છે.
મોદીના મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટ અપ ઇન્ડિયાની જાહેરાતો પાછળ સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો પણ આ પ્રોજેક્ટ ફ્લોપ રહ્યા છે. મોદી આર્ટિકલ 370 નાબુદ કરીને અને સર્જિકલ સ્ટ્રાઇક કરાવી પ્રખ્યાત થઇ ગયા પણ તેનાથી દેશમાં રોટી કપડા ઔર મકાન અને બેરોજગારીની સમસ્યાઓનું નિરાકરણ નહીં જ આવે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30yi7Bi
No comments:
Post a Comment