
મુંબઇ, તા. 1 જુલાઈ 2019, સોમવાર
જૂહુના જૂના એરપોર્ટના રનવે ઉપર ભરાયેલા પાણીમાં માછલીઓ તરતી જોવા મળતા આશ્ચર્ય ફેલાયું હતું. અત્યારે હેલિકોપ્ટરના ઉડ્ડયન માટે વપરાતા જૂહુના આ હેલિપોર્ટની ગણના દેશના સૌથી વ્યસ્ત હેલિપોર્ટમાં થાય છે.
જૂહુના જૂના એરપોર્ટના રનવેની લગોલગ જૂનું તળાવ છે. છેલ્લા ચારેક દિવસ દરમિયાન મુંબઇમાં મુશળધાર વરસાદ વરસતા તળાવ ભરાઇ ગયું હતું અને રનવે ઉપર છલકાઇને આવેલા પાણીની સાથે નાની મોટી કેટલીય માછલીઓ આવી ગઇ હતી.
દેશના જુદા જુદા એરપોર્ટ પર ક્યારેક નિલગાય કે કૂતરા અથ્વા હરણ કે નોળિયા રનવેની વચ્ચે આવી જતા હોય છે. પણ રનવે પર માછલીઓ તરતી જોવા મળે એ કદાચ આ પહેલી જ ઘટના છે.
એક સિનિયર હેલિકોપ્ટર પાઇલટે જણાવ્યું હતું કે ચોમાસામં થોડો વરસાદ પડે તો પણ રનવે ઉપર પાણી આવી જાય છે. એરપોર્ટ ઓથોરિટીના એક વરિષ્ઠ અિધિકારીએ પણ જણઇાવ્યું હતું. રનવે પાસેના તળાવને કારણે રનવે ઉપર પાણી ભરાવાની સમસ્યા છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/305KJRH
No comments:
Post a Comment