
મુંબઈ,તા.1 જુલાઈ 2019, સોમવાર
મુંબઈના એરપોર્ટ પર મારેલી સ્યુસાઈડ બોમ્બર હોવાની ડંફાસને કારણે અમદાવાદનો એક બિઝનેસમેન જેલના સળિયા ગણતો થઈ ગયો છે. ૩૫ વર્ષીય અતુલ પટેલ જો કસૂરવાર ઠરશે તો છ વર્ષ માટે કારાવાસમાં ધકેલાઈ જશે.
દુબઈ જઈ રહેલા પટેલે એરપોર્ટના સીક્યોરિટિ ચેકપોઈન્ટ પર કહ્યું કે એ સ્યુસાઈડ બોમ્બર છે. જેની એની ચકાસણી તત્કાળ અને બરાબર કરવામાં આવે. હજી પરમ દિવસે એરપોર્ટને અજ્ઞાાત ઈ-મેલ મળ્યો હતો કે ત્રણ ફ્લાઈટમાં વિસ્ફોટકો મૂકવામાં આવ્યા છે. આથી એરપોર્ટ સુરક્ષા વધુ જડબેસલાક બનાવાઈ.
સીઆઈએસએફના અધિકારીઓએ અતુલ પટેલની સોંપણી મુંબઈ પોલીસને કરી દીધી છે. એણે જે સીઆઈએસએફના જવાનને કહ્યું એ લેખિતમાં આપવાની તાકીદ કરતા પટેલે કાગળ પર લખી આપ્યુ ''આઈ એમ અ સ્યુસાઈડ બમ્બર, મુજે જલ્દી ચેક કર લો.''
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Xm4l74
No comments:
Post a Comment