મુશળધાર વરસાદથી મુંબઇ-ગોવા હાઇ વે ને ભારે નુકસાન - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 1 July 2019

મુશળધાર વરસાદથી મુંબઇ-ગોવા હાઇ વે ને ભારે નુકસાન


- ચારે તરફ કાદવ ફેલાઇ ગયો છેઃ વિદ્યાર્થીઓ,ખેડૂતો અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલી                                                

મુંબઇ,તાઃ 1 જુલાઈ 2019, સોમવાર

મુશળધાર વર્ષાથી મુંબઇ-ગોવા હાઇ વે ને ભારે નુકસાન થયું હોવાના સમાચાર મળે છે.સતત ૨૪ કલાક ધમધમતા રહેતા મુંબઇ-ગોવા હાઇ વે ભારે વરસાદને કારણે  ઠેર ઠેર તૂટી ગયો છે.મોટાં મોટાં ગાબડાંપડીગયાંછે.હાઇ વે પર વાહનોની લાંબી લાંબી લાઇન લાગીછે.વાહનવ્યવહારનીવ્યવસ્થા માટે કોઇ સચોટયંત્રણા પણ નહીં હોવાથી સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફેલાયો હોવાનાસમાચારમળે છે.

ચોમાસાની શરૂઆતથી જ કોંકણ પટ્ટીમાં મુશળધારવર્ષા થઇ રહી છે. પરિણામે આખા કોંકણવિસ્તાર(રત્નાગિરિ,સિંધુદુર્ગ,કણકવલી,માલવણ)નો વાહન વ્યવહાર ખોરવાઇ ગયો છે.હજારો લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓથી વંચિત રહી ગયાં છે.વળી,હાઇ વે તૂટી ગયો હોવા છતાં નેશનલ હાઇ વે ઓથોરિટી દ્વારા તાકીદની કોઇ જ કાર્યવાહીનથી થઇ. વળી,નાગરિકોની વારંવારની ફરિયાદ છતાં કોન્ટ્રાક્ટરોએ પણ હાઇ વે પર જરૂરી સમારકામ નથી કર્યું.

ખાસ કરીને કણકવલીમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઇ ગયાંહોવાથી પરિસ્થિતિ ઘણી ચિંતાજનક બની ગઇ છે.ઘણાં ઘરોમાં પણ વરસાદી જળ ભરાઇ ગયાં હોવાથી ઘરવખરીને પણ ભારે નુકસાન થયું છે.

 મુંબઇ-ગોવા હાઇ વે ચાર લેનનો બની રહ્યો હોવાથી શાળાનાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ,ઓટો રિક્ષા ચાલકો,સહલાણીઓ અને સ્થાનિક નાગરિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.કારણ એ છે કે આ સ્ટેટ હાઇ વે ની સ્થિતિ અત્યાંત ખરાબ થઇ ગઇ છે.છેલ્લા એકાદ સપ્તાહથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો હોવાથી હાઇ વે પર ઠેર ઠેર કાદવ-કીચડ પણ ફેલાઇ ગયો છે.કાદવને કારણે ખેડૂતોને ઘરેથી ખેતર જવામાં,વાહનચાલકોને અને શાળાનાં વિદ્યાર્થીઓને ભારે તકલીફ ભોગવવી પડે છે.ઉપરાંત,આ હાઇ વે પર દરરોજ લાખો વાહનોની અવરજવર થતી હોવાથી કાદવને કારણે ગંભીર અકસ્માત થવાનું જોખમ પર ઝળુંબી રહ્યું છે.

  સિંધુદુર્ગ જિલ્લાના પાલક પ્રધાન દિપક કેસરકરે આખા મુંબઇ-ગોવા હાઇ વેની રેકી પણ કરી હોવા છતાં નીંભર કોન્ટ્રેક્ટરો તેને પણ જરાય ગણકારી નથી.

કોંકણનાં નાગરિકોએ એવી ચિંતા પણ વ્યક્ત કરી હતી કે ગણેશ ઉત્સવને હવે બે મહિના રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે મુંબઇ-ગોવા હાઇ વે ને સંપૂર્ણ સલામત બનાવવા જરૂરી તમામ કાર્યવાહી કરવી જરૂરી છે.આ હાઇ વે આખા કોંકણની જીવાદોરીરૂપ હોવાથી રાજ્ય સરકારે તેની જાળવણી કરવાની જરૂર છે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XjB7kJ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages