મહેસાણા, બાયડ, તા. 3 જુલાઈ 2019, બુધવાર
ગુજરાત વિધાનસભામાં બાયડના કોંગી ધારાસભ્ય દ્વારા પુછાયેલા પ્રશ્નના જવાબમાં મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં હત્યા, અપહરણ, બળાત્કાર અને લૂંટ જેવા ગંભીર પ્રકારના ગુનાઓમાં ચિંતાજનક વધારો થયો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આવા ગુનાઓ પર અંકુશ મેળવવામાં પોલીસતંત્ર નિષ્ફળ રહ્યું હોય તેવી પ્રતિતી લોકોને થઈ રહી છે.
મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯ના બે વર્ષના સમયગાળામાં લૂંટ, ચોરી, મર્ડર, બળાત્કાર, અપહરણ, છેડતી, આપઘાત, અપમૃત્યુ, ઘરફોડ ચોરીઓ જેવા ગંભીર પ્રકારના ગુનાઓની વિગત મેળવવા બાયડના ધારાસભ્ય ધવલ ઝાલાએ વિધાનસભામાં પ્રશ્ન પુછ્યો હતો. તેના પ્રત્યુત્તરમાં રાજ્ય સરકારે વિગતો આપતાં જણાવ્યું છે કે મહેસાણા જિલ્લામાં વર્ષ ૨૦૧૮માં ૧૬૮૨ અને અરવલ્લી જિલ્લામાં ૯૦૦ જ્યારે વર્ષ ૨૦૧૯માં મહેસાણામાં ૧૫૮૪ અને અરવલ્લીમાં ૭૯૮ ગુનાઓ પોલીસના ચોપડે નોંધાયા છે. જેમાં મહેસામા જિલ્લામાં ૫૫૩૯ આરોપીઓની ધરપકડ થઈ છે. જ્યારે ૨૨૧ ફરાર છે અને અરવલ્લીમાં ૧૮૭૯ આરોપી ઝડપાયા છે તેમજ ૨૬ હજુ પોલીસ પકડથી દૂર છે.
મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં પાછલા બે વર્ષમાં હત્યાના ૯૪ ગુના, ચોરીના ૧૩૭૦ ગુના, લૂંટના ૧૮૩, બળાત્કારના ૫૮, અપહરણના ૩૪૩, આપઘાતના ૫૦૧ જ્યારે અપમૃત્યુના ૯૧૭ ગુના નોંધાયા છે. નોંધપાત્ર છે કે વર્ષ ૨૦૧૮ કરતાં ૨૦૧૯માં મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં ગુનાખોરીના પ્રમાણમાં ચિંતાજનક વધારો જોવા મળે છે. કેમકે મે ૨૦૧૯ સુધી માત્ર પાંચ માસના સમયગાળામાં બનેલા ગુનાઓની સંખ્યામાં ઉછાળો થયો છે.
મહેસાણા જિલ્લામાં નોંધાયેલા ગુનાઓ
ગુનાનો વર્ષ વર્ષ
પ્રકાર ૨૦૧૮ ૨૦૧૯
લૂંટ ૭ ૩ ૬ ૬
ચોરી ૬ ૦ ૧ ૪૮ ૮
હત્યા ૪ ૧ ૨ ૮
બળાત્કાર ૧ ૭ ૨ ૦
અપહરણ ૧૧ ૫ ૧૧ ૮
આપઘાત ૨૦ ૫ ૧ ૮ ૫
અપમૃત્યુ ૩ ૨ ૬ ૨ ૮૬
બે વર્ષમાં કેટલા ગુના નોંધાયા
જિલ્લો વર્ષ-૨૦૧૮ વર્ષ-૨૦૧૯
મહેસાણા ૧ ૬ ૮ ૨ ૧ ૫ ૮ ૪
અરવલ્લી ૯ ૦ ૦ ૭ ૯ ૮
વિવિધ ગુનાઓમાં કેટલા આરોપીની ધરપકડ થઈ
જિલ્લો ધરપકડ ધરપકડ બાકી
મહેસાણા ૫ ૫ ૩૯ ૨ ૨ ૧
અરવલ્લી ૧૮ ૭૯ ૨ ૬
અરવલ્લી જિલ્લામાં નોંધાયેલા ગુનાઓ
ગુનાનો વર્ષ વર્ષ
પ્રકાર ૨૦૧૮ ૨૦૧૯
લૂંટ ૨ ૬ ૧ ૮
ચોરી ૧ ૪ ૮ ૧ ૩ ૩
હત્યા ૧ ૫ ૧ ૦
બળાત્કાર ૦ ૮ ૧ ૩
અપહરણ ૫ ૯ ૫ ૧
આપઘાત ૭ ૧ ૪ ૦
અપમૃત્યુ ૧ ૫ ૪ ૧ ૫૧
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xsW41M
No comments:
Post a Comment