
મુંબઇ તા. 3 જુલાઈ 2019, બુધવાર
બોલીવૂડમાં વરસો પહેલા 'મૈને પ્યાર કિયા' ફિલ્મથી પ્રક્યાત થયેલી અભિનેત્રી ભાગ્યશ્રીના અભિનેતા નિર્માતા પતિ હિમાલય દાસાનીની પોલીસે ધરપકડ કરી હતી. જુગારના રેકેટમાં સંડોવણી પ્રકાશમાં આવતા તેને પકડવામાં આવ્યો હતો.પોલીસે હિમાલયને કોર્ટમાં હાજર કર્યો હતો જ્યાં કોર્ટે તેને જામીન પર છોડી દીધો હતો.
અંબોલી પોલીસ સ્ટેશનના ઓફિસરે જણાવ્યું હતું કે અભિનેતા નિર્માતા હિમાલયની ગઇકાલે તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. હાલમાં અંબોલી પોલીસે જુગારના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. અગાઉ આ મામલામાં અમૂક આરોપીને પકડવામાં આવ્યા હતા. તેમની પૂછપરછ દરમિયાન ગુનામાં હિમાલયની સંડોવણીની માહિતી મળી હતી.
અભિનેતા સલમાન ખાન સાથે મૈને પ્યાર કિયા ફિલ્મથી અભિનેત્રી ભાગ્યશ્રીએ બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મથી ભાગ્યશ્રી પ્રખ્યાત થઇ ગઇ હતી. બાદમાં તેના પતિ હિમાલયે પણ અભિનેતા તરીકે ફિલ્મોમાં કામ કર્યુ હતું. અભિનેતા હિમાલય સાથે લગ્ન બાદ ભાગ્યશ્રી વરસો સુધી ફિલ્મોમાં બોલીવૂડથી દૂર રહી હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Nw0FeG
No comments:
Post a Comment