મહેસાણા, પાટણ, પાલનપુર, તા. 3 જુલાઈ 2019, બુધવાર
ઉત્તર ગુજરાતમાં આજે જગતનો નાથ વિવિધ શહેરમાં નગરયાત્રાએ નીકળશે. મહેસામા જિલ્લાના કડી, વિસનગર, વડનગર અને ગોઝારિયા તથા પાટણ, પાલનપુર, ડીસા, થરાદ સહિતના નગરોમાં પરંપરાગત બહેન સુબદ્રા, ભ્રાતા બલભદ્ર સાથે નગરની પરીક્રમા કરશે. ભક્તો આજે જય રણછોડ....માખણ ચોર.., મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે... ના નાદ સાથે જાંબુ, કાકડીનો પ્રસાદ આરોગી ધન્યતા અનુભવશે. રથયાત્રામાં પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા જાળવવા સારુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
શહેરના ઘીવટા વિસ્તારમાં રોકડીયા ગેટ સ્થિત ભગવાન જગન્નાથનું ભવ્ય મંદિર આવેલ છે. ૪ જુલાઈના રોજ નીકળનારી ૧૩૭મી રથયાત્રાનું કાઉન્ટ ડાઉન શરૃ થઈ ગયું છે. જેમાં સૌ પ્રથણ ૩ રથને સાફ સફાઈ કરી તેને ચકચકિત કરી પૈડા રિપેર કરવામાં આવ્યા છે. ત્યારબાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના નવા વસ્ત્ર સીવડાવવામાં આવ્યા છે. તો ભગવાન પ્રજાને દર્શન આપવા નીકળશે ત્યારે પ્રસાદની વહેંચણી માટે ૮૦૦ મણ મગ, ચણા, જાંબુ અને પંજરીનો પ્રસાદ રાખ્યો છે.
૪ જુલાઈના રોજ બપોરના ૨ વાગ્યે પ્રથમ આરતી બાદ રથ પ્રસ્થાન થશે. જેમાં યાત્રાનો જે પરંપરાગત રૃટ પરથી પસાર થઈ રાત્રે નીજ મંદિરમાં પરત આવશે. રથયાત્રાના રૃટ પર પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
રથયાત્રામાં ૨ ગજરાજ સહિત ૧૦૦થી વધુ ઝાંખીઓ રાખવામાં આવી છે. રથયાત્રામાં સેવાના કેમ્પ પણ ઠેર ઠેર રહેશે
આજે અષાઢી બીજના પાવન પર્વને લઈને બનાસકાંઠાના પાલનપુર, ડીસા સહિત ભગવાન જગન્નાથજીની પરંપરાગત ભવ્ય રથયાત્રાઓ નીકળશે. અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે પાલનપુરમાં પૂર્વ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. અષાઢી બીજના પાવન પર્વે પાલનપુરના મોટા રામજી મંદિરથી ભગવાનની શોભાયાત્રાનું પ્રસ્થાન કરાશે અને શહેરના વિવિધ માર્ગો પર પરિભ્રમણ કરશે. જેમાં રામજી મંદિરથી નીકળીને મોટીબજાર, નાની બજાર, ત્રણબત્તી, ગઠામણ દરવાજા, સિટીલાઈટ રોડ, જહાંઆરા બાગ, અયોધ્યાનગર, સુરેશ મહેતા ચોક, અંબિકાનગર, મીની અંબિકાનગર, જુના લક્ષ્મીપુરા, કૈલાશનગર, બેચરપુરા, એરોમા સર્કલ, હનુમાન ટેકરી, સુખબાગ રોડ, કોઝી ટાવર, ગુરુનાનક ચોક, સ્ટેશન રોડ, દિલ્હીગેટ થઈ પરત નીજ મંદિર ફરશે.
ડીસા શહેરમાં પણ દર વર્ષે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવનાર છે. શહેરના રામજી મંદિરથી બપોરે ૩ વાગે આ રથયાત્રા પ્રસ્થાન કરશે. જે શહેરના રીસાલા બજાર, એસ.સી.ડબલ્યુ. હાઈસ્કૂલ, અંબિકા ચોક, ચંદ્રલોક રોડ, સરદારબાગથી મુખ્ય બજાર, સોની બજારથી સદર બજાર પર ફરી નીજ મંદિરે પરત ફરશે. ત્યારે આ રથયાત્રામાં ડીસા વિભાગના રાજકીય અગ્રણીઓ, વેપારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો જોડાશે. અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજી પાલનપુર ડીસામાં નગરચર્યાએ નીકળવાના હોઈ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
વિસનગરમાં અષાઢી બીજે સવાલા દરવાજા ખાતે આવેલ હરિહર સેવા મંડળ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે. વર્ષ પરંપરાગત શહેરના રાજમાર્ગો ઉપર નગરચર્યા કરવા નીકળતા ભગવાનના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટે છે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LAV3gu
No comments:
Post a Comment