ભુજ, બુધવાર
આવતીકાલે કચ્છી નવા વર્ષ અષાઢી બીજની ઠેર ઠેર ઉમંગભેર ઉજવણી કરવામાં આવશે. ત્યારે નખત્રાણા તાલુકાનો વિાથોણ ગામ પણ ૪૦૦ વર્ષ જુની પરંપરા મુજબ અષાઢી બીજની ઉજવણી કરવા થનગની રહ્યુ છે. આ ગામના લોકો અષાઢી બીજને એક મોટો પર્વ માને છે. વિાથોણ ગામ તેમજ ખેતાબાપાને માનતા બહાર વસતા ભાવિકો મસ્તક નમાવવા અષાઢી બીજના ગામમાં પહોંચી આવે છે.
ચારસો વર્ષ પહેલા ખેતાબાપાએ જીવતા સમાધી લીધી હતી. ત્યારાથી જ પુજય બાપાની સમઢીએ ચોખા, માતર અને શ્રીફળની ચડતર કરવામાં આવે છે. અષાઢી બીજના દિવસે વિાથોણ ગામની પરંપરાં મુજબ ગામની દરેક શેરીઓમાં બહેનો પ્રસાદનો થાળ, જળ, ધજા( સફેદ) અને અગરબતી સાથે બાપાના ભજન કિર્તન કરતા પ્રસાદ ચડાવવા જાય છે. આ દિવસે અહીં વ્યકિત દીઠ (જેટલા પુરૃષ હોય-મુંડ દીઠ) શ્રીફળ વાધારવામાં આવે છે. અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ દાંડીયા રાસ(મહારાસ) યોજવામાં આવે છે. સવારના ભાગમાં બાપાની પેડી કરવામાં આવે છે અને લોકો પ્રસાદ ચડાવી બાપાના સૃથાનકે મસ્તક નમાવે છે. ત્યારબાદ મહાઆરતી કરવામાં આવે છે અને બાપા પાસે અબોલા જીવો માટે વરસાદની આરાધના કરવામાં આવે છે. ત્યારબાદ બપોરના મહાપ્રસાદ (ધરમડો) જે ખેતાબાપા કરતા હતા. આ ધરમડામાં દરેક સમાજના લોકોને પ્રેમભાવાથી જમાડવામાં આવે છે. દિવસેને દિવસે મહાપ્રસાદમાં વાધારો થતો હોવાથી કાઉન્ટરમાં પણ વાધારો કરવામાં આવતો રહે છે. અને, આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ કે વડીલોને નવોઢાઓના હસ્તે સ્નાન કરાવવાનું છે. બપોર પછી ગામની નવોઢાઓ ચોખ્ખા પાણીથી પુજય ખેતાબાપાના ચરણ પખાડે છે અને બાપાની સમાધીને નવડાવે છે. પરિસરમાંથી પાણીના બેડા ભરી બાપાના ગીત, ભજન ગાતી ગાતી ગામમાં પરત આવે છે અને ચારસો વર્ષ ઉપરાથી ચાલી આવતી આ ગામની પરંપરા મુજબ ૫૦ વર્ષાથી ઉપરના વડીલો ગામના ચોકમાં લાઈન સર બેઠા હોય છે અને નવોઢા તેમને પિતૃભાવાથી સ્નાન કરાવે છે. અને વડીલો પાસેાથી અખંડ સૌભાગ્યવતીના આર્શિવાદ મેળવે છે.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J9Z0XU
No comments:
Post a Comment