બનાસકાંઠા: સતત પાંચ વર્ષથી મંદીનો માર સહન કરતા બટાટાના ખેડૂતો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 3 July 2019

બનાસકાંઠા: સતત પાંચ વર્ષથી મંદીનો માર સહન કરતા બટાટાના ખેડૂતો

ડીસા,તા.૩

બનાસકાંઠામાં આવેલું ડીસા શહેર બટાટા નગરી તરીકે ઓળખવામાં આવે છે. ડીસા અને તેની આસપાસના વિસ્તારહોમાં મોટા પ્રમાણમાં બટાટાની ખેતી કરવામાં આવે છે અને વૈશ્વિકસ્તરે બટાટાના ઉપ્દાનના મામલે મહત્વનું સ્થાન મેળવતા ડીસા શહેરે બટાટા નગરી તરીકે નામના મેળવી છે. પરંતુ આ ઓળખ સમા બટાટાના કારણે છેલ્લા ૩ વર્ષમાં ૨૦ જેટલા ખેડૂતો અને વેપારીઓ આત્મહત્યા કરી ચુક્યા છે.

બનાસકાંઠામાં બટાટા નગરી તરીકે ડીસાની એક ઓળખ ઉભી થઈ છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ડીસાની ઓળખ સમા આ બટાટા જ લોકોને રાતા પાણીએ રડાવી રહ્યા છે.  છેલ્લા પાંચ વર્ષથી સતત બટાટામાં મંદીના કારણે અનેક લોકો પાયમાલ બન્યા છે. ૨૦ જેટલા લોકો આત્મહત્યા કરી ચુક્યા છે અને કેટલાય લોકો સતત મંદી, દેવુ અને લેણદારોથી બચવા માટે ઘર છોડીને નાસી ગયા છે. બનાસકાંઠાના ડીસા શહેરમાં થતા બટાટા માત્ર ગુજરાત નહી પરંતદુ ભારતભરમાં પ્રખ્યાત છે. ડીસાના બટાટા ક્વોલિટી અને હેક્ટરદીઠ ઉત્પાદનમાં પ્રથમ નંબરે આવે છે. કારણ કે ડીસાના ખેડૂતો હાઉડેન્સિટી પ્લાનિંગ ઓછા ગાળે વાવેતર, ટેકનોલોજીનો ઉપયોગ તેમજ પુરતી માવજત કરવામાં માહેર હોવાના કારણે અહીંના ગુણવત્તાયુક્ત બટાટા ભારતભરમાં વખણાય છે. અગાઉ બટાકામાં સારા ભાવ મળતા હોવાના કારણે છેલ્લા દસ વર્ષમાં સતત બટાટાનુ ંઉત્પાદન વધ્યું છે અને દસ વર્ષમાં બટાટાનું વાવેતર અઢી ગણું જેટલું વધી ગયું છે. ૨૦૦૯માં બનાસકાંઠા જિલ્લામાં ૪૭૦૦૦ હેક્ટર જમીનમાં વાવેતર થતું હતું. જે આજે વધીને ૧.૨૦ લાખ હેક્ટર જમીનમાં વાવેતર થાય છે. તો વાવેતરનો વિસ્તાર વધવાની સાથે સાથે ઉત્પાદનમાં પણ અનેક ઘણો વધારો થયો છે.

માત્ર ખેડૂતો જ નહી પરંતુ બટાટાના વેપાર સાથે સંકળાયેલા તમામ ખેડૂતો અને વેપારીઓ મંદીના ભરડામાં એવા ફસાયા કે કરોડો રૃપિયાના દેવા તળે દબાઈ ગયા છે. એક તરફ મોંઘવારી, ઉત્પાદનના ભાવોના મળવા, તો બીજી તરફ કોલ્ડ સ્ટોરેજ પરની લોન કે ખેત ધિરાણ ના ભરી શકતા અનેક ખેડૂતો આત્મહત્યા કરી છે અને હાલમાં માત્ર ડીસામાંથી જ ચાર જેટલા વેપારીઓ અને ખેડૂતો ઘર છોડીને ચાલ્યા ગયા છે અને પાછળ એમનો પરિવાર તેમના માટે કલ્પાંત કરી રહ્યો છે.

ડીસાનો મુખ્ય પાક એવા બટાટા માટે સરકાર દર વર્ષે કંઈક નવી જાહેરાત તો કરે છે પણ હજુ સુધી તેમાં કોઈ ચોક્કસ કામ થયું નથી. અગાઉ ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્ર મોદી હાલના વિજય રૃપાણી અને બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ બટાટાનું વેલ્યુ એડિશન કરી તેમાંથી પ્રોડક્ટ બનાવવા માટે ખેડૂતો પાસેથી બટાટા ખરીદવાની વાત કરી છે. પણ હજુ સુધી કિલો બટાટા ખરીદાયા નથી. માટે સરકાર આ મામલે કંઈક વિચારી બટાટાની મંદીમાંથી ખેડૂતો અને વેપારીઓને ઉગારવા પ્રયાસ કરે તેવી લોકમાંગ છે.

50 જેટલા કોલ્ડસ્ટોરેજ બેન્કોમાં એનપીએ થવાની કગાર પર ઉભા છે

ખેડૂતો અને વેપારીનું માનીએ તો ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બટાટાનું વધી રહેલું ઉત્પાદન અને નિકાસ ઘટવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું જણાવી રહ્યા છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં આવેલા ૨૦૦માંથી ૫૦ જેટલા કોલ્ડ સ્ટોરેજ તો બંધ થઈ ચુક્યા છે. કારણ કે મોટાભાગના સ્ટોર ઉપર બેન્કોની લોન છે અને સતત મંદીના કારણે લોનના હપ્તા ના ભરી શકતા ૫૦ જેટલા સ્ટોર બંધ થઈ ચુક્યા છે. જ્યારે અન્ય ૫૦ જેટલા સ્ટોર બેન્કોમાં એન.પી.એ. થવાની કગાર પર છે. ેટલે કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં જે બટાટા આધારિત જે કોલ્ડ સ્ટોરેજ ઉદ્યોગ જેટલો ઝડપથી વિકાસ પામ્યો હતો તેટલો ઝડપથી અસ્ત થવાની કગાર પર આવીને ઉભો છે. આ માટે અગાઉ પણ ખેડૂતો અને વેપારીઓએ સરકારમાં રજૂઆત કરી હતી.

પરંતુ સરકારે માત્ર ટ્રાન્સપોર્ટ અને ખેડૂતોને સબસીડી આપતા તેનાથી કોઈ ખાસ અસર થઈ નહી. અગાઉ પણ ૨૦૧૨માં ખેડૂતોએ બટાટાનો ભાવ ન મળતા રોડ પર ફેંકવાની નોબત આવી હતી. જેમાં ડીસા શહેરમાં મુખ્ય માર્ગો પર તમામ ખેડૂતો અને વેપારીઓ હજારો ટન બટાટા શહેરના માર્ગો પર ફેંકી સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. ત્યારબાદ પણ સરકાર દ્વારા કોઈ જ કાર્યવાહી ન થતા વર્ષ ૨૦૧૬-૧૭ અને ૨૦૧૮માં પણ ખેડૂતોને બટાટાનો ભાવ ન મળતા ક્યાંક ફેંકી દેવાની નોબત આવી હતી. તો ક્યાંક ખેડૂતો ખેતરમાં જ બટાટા દાટી દીધા હતા. આમ દર વર્ષે સતત મંદીનો માર સહન કરી ખેડૂતો પાયમાલ બની ગયા છે. ખેડૂતોને મોંઘાદાટ બિયારણ, દવા, વિજળી ્ને ખાતર સહિત ૧૦ રૃપિયે કિલો બટાટા વેચાય તો જ પડતર ભાવ મળી શકે તેમ છે. જ્યારે અહીં તો ૫ થી ૭ રૃપિયે તો હોલસેલમાં બટાટા વેચાય છે. જેથી ખેડૂતોને ૫૦ ટકા જેટલું નુકશાન સહન કરવાનો વારો આવે છે.

બટાટા સંગ્રહ માટે ૬૦ ટકા સ્ટોર ડીસામાં આવેલ છે

જ્યારે બટાટા સંગ્રહની વાત કરીએ તો ગુજરાતમાં કુલ ૩૮૭ સ્ટોર છે. જેની કેપેસિટી ૫૭૫ લાખ બટાટાના કટ્ટા સંગ્રહવાની છે. જેમાંથી ૬૦ ટકા સ્ટોર માત્ર ડીસામાં જ છે. બનાસકાંઠામાં તેમાંય બે ચાર બાદ કરતા બધા જ ડીસામાં કુલ ૨૦૧ સ્ટોર છે. જેની કેપેસિટી ૩૩૩ લાખ કટાની છે. બનાસકાંઠામાં ૩૬.૧૨ હજાર મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. જેમાંથી ૫૩ ટકા કેપેસિટી સ્ટોરની એટલે કે ૧૯.૧૪ હજાર મેટ્રીક ટન બટાટા સ્ટોરમાં સાચવી શકાય છે. હવે બટાટાના ઉત્પાદનની સાથે સાથે સ્ટોરની કેપેસિટી પણ વધી છે. પરંતુ છેલ્લા ૫ વર્ષમાં સતત ભાવ વધતા ખેડૂતો અને સ્ટોરના વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે.

બટાટા સંશોધન કેન્દ્રના વૈજ્ઞાાનિકનું પણ સમર્થન

જ્યારે વેપારી અને ખેડૂતો જ મંદીની બૂમરાડ કરી રહ્યા હોય તેમ નથી. જેને ગુજરાતના એક માત્ર બટાટા સંશોધન કેન્દ્રના વૈજ્ઞાાનિક પણ મંદીનું સમર્થન કરી રહ્યા છે અને માંગ સાથે પુરવઠો વધી જાય ત્યારે ઉત્પાદનના ભાવ ઘટતા મંદીનો માહોલ સર્જાયો હોવાનું જણાવ્યું હતું. સાથે જ સરકારે સબસીડી આપી ખેડૂતો માટે સાહત આપી હોવાનું પણ જણાવી રહ્યા છે.

બટાટામાં વર્ષ મુજબ વાવેતરના આંકડા

વર્ષ વાવેતર(હેક્ટર)

૨૦૧૪-૧૫ ૯૮૨૦૦

૨૦૧૫-૧૬ ૧૧૨૪૦૦

૨૦૧૬-૧૭ ૧૨૪૦૦૦

૨૦૧૭-૧૮ ૧૩૦૨૦૦

૨૦૧૮-૧૯ ૧૨૦૪૦૦



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XpNHDB

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages