બાલાસિનોરના હાડીયા ગામે મગર દેખાતા પ્રજાજનોમાં ભય - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 July 2019

બાલાસિનોરના હાડીયા ગામે મગર દેખાતા પ્રજાજનોમાં ભય


નડિયાદ, તા. 2 જૂલાઈ, 2019, મંગળવાર

બાલાસિનોર તાલુકાના હાંડીયા ગામે અડધી રાત્રે મહાકાય મગર દેખા દેતા ગ્રામજનો ભયભીત બન્યા હતા. વનવિભાગે ભારે જહેમત બાદ આ મગરને વણાકબોરી ડેમમાં છોડી મૂકાયો હતો.

બાલાસિનોર તાલુકાના હાંડીયા ગામે ગત્ રાત્રીના બાર વાગ્યાના સુમારે ૭ ફૂટ લાંબો મહાકાય મગર જોવા મળ્યો હતો. જેને લીધે ગ્રામજનોમાં ફફડાટ  સાથે અફડા તફડી મચી હતી. પરંતુ ગામના સરપંચે સમયસૂચકતા વાપરી વનવિભાગને જાણ કરી હતી. આથી અધિકારીઓ તરત જ હાંડીયા ગામે આવી પહોંચ્યા હતા. ભારે જહેમત બાદ મગરને રેસ્ક્યુ કરાયો હતો. જે બાદ મગરને વણાકબોરી ડેમમાં છોડી મૂકાયો હતો. જો કે અડધી રાત્રે દેખાયેલા આવા વિશાળ મગરને જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડયા હતા.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JiMd4r

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages