
મુંબઈ, તા. 2 જુલાઈ 2019, મંગળવાર
અરબી સમુદ્રની દેખરેખ માટે નૌકાદળને ટૂંક સમયમાં અત્યાધુનિક વિમાનો મળશે. બોઈંગ કંપનીના 'પોસાયડન ૮ આય' આ વિમાનોની નવી ટુકડી નૌસેનાના કાફલામાં સામેલ થશે. તેમાંના આઠ વિમાનો પશ્ચિમ કમાંડને મળવાની શક્યતા છે.
'પૉસૉયડન ૮ આય' વિમાનની ટુકડી હાલ ચેન્નઈ પાસેના 'આઈએનએસ રજાલી' ખાતે તૈનાત છે. ત્યારબાદ આવા બીજા ૧૦ વિમાનો ખરીદવામાં આવશે અને વર્ષભરની અંદર તે નૌકાદળના કાફલામાં ઉમેરાશે, એવું સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે પૂર્વ કમાંડની મુલાકાત દરમ્યાન જણાવ્યું છે. આઈએનએસ રજાલી એ પૂર્વ કમાંડનોજ ભાગ હોવાથી હવે આગળના વિમાનો પશ્ચિમ કમાંડને મળશે.
નૌકાદળના સૂત્રો મૂજબ, પશ્ચિમ કમાંડ અંતર્ગત અત્યારે ગોવા ખાતે નૌકાદળનું એરપોર્ટ છે. ત્યાં મુખ્યત્વે લડાયક વિમાનો તૈનાત છે. આ વિમાનો 'આઈએનએસ વિક્રમાદિત્ય' નામક વિમાનવાહક નૌકાની સેવામાં હોય છે. બીજું એરપોર્ટ પોરબંદરમાં છે. તે યુએવી પ્રકારનું છે. તે ઉપરાંત મુંબઈમાં હેલિકોપ્ટરનું એરપોર્ટ છે.
પરંતુ અરબી સમુદ્રનું મહત્ત્વ જોતાં 'પોસૉયડન ૮ આય' જેવા સામુદ્રી દેખરેખ કરતાં વિમાનોની ખાસ જરુર છે. આ વિમાનો સમુદ્રી દેખભાળ સાથે યુદ્ધનૌકાવિરોદી મોહિમો માટે પણ ઉપયુક્ત ઠરશે. આથીજ આગામી ૧૦ માંથી આઠ વિમાનો પશ્ચિમ કમાંડમાં તૈનાત થશે, એવી ખાસ શક્યતા છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/307yQKY
No comments:
Post a Comment