બે બહેનો પર બળાત્કાર ગુજારનાર પુંજેરાના આરોપીને દસ વર્ષની કેદ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 July 2019

બે બહેનો પર બળાત્કાર ગુજારનાર પુંજેરાના આરોપીને દસ વર્ષની કેદ


નડિયાદ, તા. 2 જૂલાઈ, 2019, મંગળવાર

બે વર્ષ પહેલા બે બહેનો પર વારાફરતી અવાર નવાર બળાત્કાર ગુજારનાર ઇસમને આજે નડિયાદ કોર્ટે દસ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે. 

અપંગ મહિલાને લગ્નની લાલચ આપી અને તેની સગીર બહેનની મજબૂરીનો ફાયદો ઉઠાવી પરણિત ઇસમે આ કુકર્મ આચર્યું હતું. કોર્ટે આરીપીને દસ વર્ષની સખત કેદની સજા સાથે રૂા.૩૦,૦૦૦/-નો દંડ તથા વળતર પેટે બંને મહિલાઓને રૂા. ૨૫,૦૦૦/- ચૂકવવાનો હુકમ કરાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર માતર તાલુકાના પુંજેરા ગામના મહીડા ફળિયામાં જયેન્દ્રસિંહ પ્રવિણસિંહ મહીડા રહેતા હતા. ગત્ સપ્ટેમ્બર ૨૦૧૭ તથા ૨૧ ઓક્ટોબર, ૨૦૧૭ના સમય દરમ્યાન તેઓ નડિયાદની ફરીયાદી સાથે અવારનવાર મરજી વિરુધ્ધનુ કૃત્ય કર્યુ  હતુ.ફરિયાદી બેન ડાબા હાથે જન્મથી હેન્ડીકેપ તેમજ પરણીત હોવા છતા ફરીયાદી બેનને લગ્નની લાલચ આપી મજબૂરીનો ગેરલાભ ઉઠાવી મરજી વિરુધ્ધનુ કૃત્ય આચરવામાં આવ્યુ હતુ.

તેમજ આરોપી જયેન્દ્રસિંહ મહીડાએ ફરિયાદીના સાહેદ સાથે સોખડા તા.માતર ખાતે આવેલ રૂમમાં અવાર નવાર મરજી વિરુધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. જે અંગે ફરીયાદ માતર કોર્ટમાં થયેલ હતી.જે કેસ આજરોજ નડિયાદ કોર્ટમાં ચાલી જતા આરોપીને દસ વર્ષની સખત કેદની સજા સાથે રૂા.૩૦,૦૦૦ નો દડ તથા વળતર પેટે બંન્ને બહેનોને રૂા.૨૫,૦૦૦ ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KVKips

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages