ભુજમાં ટેન્કરોની અછત વચ્ચે પોતાના ફેરા કરાવવા નગરસેવકોની દાદાગીરી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 3 July 2019

ભુજમાં ટેન્કરોની અછત વચ્ચે પોતાના ફેરા કરાવવા નગરસેવકોની દાદાગીરી

ભુજ, બુાધવાર

ભુજમાં પાણીની ભારે બુમ વચ્ચે ગણતરીના ટેન્કરોથી વાર્ધીઓ પુરી કરવામાં આવી રહી છે. હાલ એ છે કે, સેંકડો વધુ વાર્ધીઓ ફાઈલમાં પડી છે. બીજીતરફ નગરસેવકો દ્વારા લાગતા વળગતાની માંગણી સંતોષવા સીધા જ  પાણીના ટાંકા પર જઈને દાદાગીરી કરવામાં આવતી હોવાથી કર્મચારીઓ તાથા લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

આ અંગે સુત્રોના જણાવ્યા મુજબ તાજતેરમાં જ પાણીની ડીલીવરીના મુદે રાવલવાડી  ટાંકા પર ધમાલ થઈ હતી. જેમાં નગરસેવકો તાથા પુર્વ નગરસેવકોના સગાસંબાધી દ્વારા ટાંકા પર આવીને રોફ કરાયો હતો. આ પ્રકારની ઘટના છાશવારે બનતી રહે છે ત્યારે આ મામલે ચીફ ઓફીસર દ્વારા કડક રૃખ અપનાવાય તેવી માંગણી ઉઠી છે. કર્મચારીઓએ જણાવ્યું હતું કે, રોજ કોઈને કોઈ નગરસેવકો પોતાની લખાવેલી વાર્ધીઓ પુરી કરવા દબાણ કરવા ટાંકા પર ધસી આવે છે. ઉપરાંત જયાં સુાધી પુરી ન થાય ત્યાં સુાધી ત્યાં  જ અડીંગો જમાવીને બેસી રહેતા કર્મચારીઓ માટે પણ મુશ્કેલી ઉભી થાય  છે. બીજીતરફ સામાન્ય લોકો જેઓ પાલીકામાં ટેન્કર મંગાવવાના પેસા ભર્યા હોય છ ેતેની વાર્ધીઓ આ વિધ્નના કારણે ૭ દિવસે પણ પુરી થતી નાથી. તેાથી હવે તો લોકો પણ સીધા ટાંકા પર આવીને ઉહાપોહ કરવા લાગ્યા છે. સુત્રોએ જણાવ્યુ ંહતું કે, નગરસેવકો થકી જે નોંધણી કરાવાયા છે તેના પૈસા ભરાતા નાથી, સુાધરાઈના ઠરાવ મુજબ મફતમાં પાણી પહોંચાડાય છે .આમ સિૃથતી એ ઉભી થઈ છે કે, પાણીની કટોકટીમાં નગરસેવકો પોતાના લાગતાવળગતા તાથા મતદારોને સાચવવા સીધા વાર્ધીઆ નોંધાવે છે જેને પુરી કરવા દબાણ સર્જે છે. જેના કારણે પેસા ભરીને ટેન્કર મંગાવનારાની નોંધણી પેન્ડીંગ પડી રહી છે.  જેાથી શહેરવાસીઓને પૈસા ભરતા પણ પાણી ન મળે તેવી સિૃથતી ઉભી થઈ છે.



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J91Qwo

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages