ભુજ,બુાધવાર
અષાઢી બીજની કચ્છમાં પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે. કચ્છી નવા વર્ષની ઉજવણી માટે ઠેરઠેર સ્નેહમિલન સહિતના કાર્યક્રમો યોજાશે. ધરતીપુત્રો વાવણી કાર્યનો પ્રારંભ કરશે, ગગન ગાજે મોરલા, બોલે મી આયો મી આયો, માથે ચમકે વીજ મહલો કચ્છડે, આવાઈ પાંજી અષાઢી બીજ.
ભુજમાં અષાઢી બીજ નિમિતે સ્વામિનારાયણ મંદિર દ્વારા રાથયાત્રનું આયોજન કરાયું છે. દરબારગઢમાં સાંજના પ.૪પ કલાકે કાર્યક્રમ યોજાશે. નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ શહેરની રાવલવાડી અને ડ્રેસનું વિતરણ કરી આગોત્તરી ઉજવણી કરી હતી.
કચ્છના કાંઠે વસતા દરિયા ખેડૂતો દરિયાની પુજા કરશે. તેમજ વડીલોને સાકર-નાળીયેર આપી નવા વરસના આશીર્વાદ મેળવવાની પરંપરા સાથે લોકો એકબીજાને નવા વરસના સાલ મુબારક પાઠવશે.
ગાંધીધામમાં જય જગ્ગનાથ સેવા ટ્રસ્ટ દ્વારા અષાઢી બીજ નિમિતે રાથયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. સવારે ૯.૩૦ કલાકે જગ્ગનાથ મંદિર વાર્ધાનનગર , ગળપાદરાથી રાથયાત્રા નીકળી ઓસ્લો રોડ, મુખ્ય બજાર, રેલવે કોલોની પહોંચશે. સાંજે શિવ મંદિરે સંધ્યા આરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
મુંદરામાં લોહાણા મહાજન દ્વારા કચ્છી નવા વર્ષ અષાઢી બીજના દિવસે સરસ્વતી સન્માન તાથા સાંસ્કૃતિક કાર્યક્રમ સાંજના ચાર વાગ્યે લોહાણા મહાજન વાડી ખાતે યોજાશે. આ અંતર્ગત ધોરણ ૧થી કોલેજ સુાધીના ૧રપ જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરાશે. વેબસાઈટનું અનાવરણ, મહા આરતી તાથા સમૂહ પ્રસાદનું આયોજન કરાયું છે.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XlWQsf
No comments:
Post a Comment