કપડવંજમાં માતા-પુત્રની કરપીણ હત્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 3 July 2019

કપડવંજમાં માતા-પુત્રની કરપીણ હત્યા

- ચિખલોડના યુવાને ખાતરના વેપારીના ઘરે આવી પૈસા મુદ્દે બોલાચાલી કરી તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો  વેપારીને બચાવવા પડેલી માતા ગંભીર રીતે ઘવાતા તેનું પણ ઘટનાસ્થળે મોત : પત્નીની હાલત ગંભીર


નડિયાદ, તા.3 જુલાઈ 2019, બુધવાર

આજે બપોરે કપડવંજમાં પૈસાની લેતી દેતી અંગે ખુની ખેલ ખેલાયો હતો. શહેરના એક મધ્યમવર્ગીય પરિવાર પર ધોળા દિવસે થયેલા હૂમલામાં વયોવૃદ્ધ માતા અને આધેડ પુત્રના ઘટના સ્થળે જ કરુણ મોત થયા છે. જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘવાતા તેને સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાઇ છે. આ બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે અને પોલીસે તાત્કાલીક એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી સધન તપાસ હાથ ધરી છે.

કપડવંજમાં રેલ્વે સ્ટેશન નજીક કાંતા ટ્રેડર્સની ચાલીમાં ઘર નં. ૬માં ૭૦ વર્ષિય ચંદ્રિકાબેન બંસીભાઇ સામંતાણી રહેતા હતા. તેમની સાથે તેમના૪૫ વર્ષના દિકરા શ્યામભાઇ બંસીભાઇ સામંતાણી અને પુત્રવધુ અનિતાબેન સામંતાણી (ઉં.૪૨) સાથે રહેતા હતા. શ્યામભાઇની  કપડવંજના મીનાબજારમાં કુબેરજીની ચોકડી પાસે સત્યમ એગ્રો સર્વિસ નામની ખાતરની દુકાન છે.

આજે બપોરના ૧:૧૫ વાગ્યાના  અરસામાં ચિખલોડ ગામનો વિરેન્દ્ર ગોહિલ નામનો વ્યક્તિ તેમના ઘરે આવ્યો હતો. આ સમયે તેમની વચ્ચે ઉછીના પૈસા અંગે ઉગ્ર બોલાચાલી થઇ હતી.જે મારામારીમાં પરીણમી હતી. આ બોલાચાલીમાં એવી વિગતો બહાર આવી હતી કે મરણ જનાર  શ્યામભાઇએ વિરેન્દ્રને ઉછીના પૈસા આપ્યા હતા અને તેની લેતીદેતીમાં જ આ બેવડી હત્યા થઇ હોવાની પ્રાથમિક ચર્ચાઓ થઇ રહી છે. આ મારામારીમાં વિરેન્દ્રએ શ્યામભાઇ ઉપર તિક્ષ્ણ ચપ્પા જેવા હથિયારથી જીવલેણ હૂમલો કર્યો હતો. 

જેમાં માતા ચંદ્રિકાબેન અને પત્ની અનિતાબેન તેમને છોડાવવા માટે વચ્ચે પડયા હતા.તે વખતે ઉશ્કેરાયેલા વિરેન્દ્રએ શ્યામભાઇ ઉપરાંત ચંદ્રિકાબેન અને અનિતાબેન ઉપર પણ હૂમલો કર્યો હતો. જેથી શ્યામભાઇ અને ચંદ્રિકાબેનના  ઘટના સ્થળે જ મોત નિપજયા હતા.જ્યારે અનિતાબેનને ગંભીર ઇજાઓ પહોચી હતી. આથી તેમને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાની જાણ કપડવંજ પોલીસને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને મરણ જનાર શ્યામભાઇના સગા ભાઇ ઘનશ્યામભાઇ બંસીલાલ સામંતાણીની લેખિત ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. પરંતુ પોલીસ આવે તે પહેલા તો આસપાસના રહીશોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા. 

આ બનાવમાં શંકાસ્પદ હત્યારો વિરેન્દ્ર ગોહિલ ચિખલોડનો હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે. આ લખાય છે ત્યારે પોલીસે ૨ ટીમો બનાવી સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. તે માટે ડૉગ સ્કોડ અને એફ.એસ.એલ ટીમની મદદ પણ લેવાઇ રહી છે. 



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RUcV77

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages