મહેસાણા, તા. 3 જુલાઈ 2019, બુધવાર
મહેસાણા જિલ્લામાં મામલતદાર કચેરીઓમાં એટીવીટીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટરોની કલેક્ટર દ્વારા મોડી રાત્રીએ આંતરિક બદલીઓ કરાતા ખળભળાટ મચ્યો છે. જિલ્લામાં ૨૦થી વધુ કર્મીઓની બદલીઓ કરાતા એટીવીટીના કામ ખોરવાયા છે. જોકે ઘણ ાવર્ષોથી એક જ જગ્યાએ આ કર્મીઓ ફરજ નિભાવતા હોઈ આ બદલીઓ કરાઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જોકે માત્ર રૃા. ૫ હજાર જેટલા પગાર રળતા આ કર્મીઓની બદલીઓ થતા તેમની હાલત ખરાબ થઈ જવા પામી છે.
મહેસાણા મામલતદાર કચેરીના એટીવીટી સેન્ટરમાં ત્રણ જેટલા કોમ્પ્યુટર ઓપરેટર કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવે છે. આ ત્રણ પૈકી એકની ઊંઝા જ્યારે એકની કડી ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે ઊંઝા અને કડીના ઓપરેટરોની મહેસાણા ખાતે બદલી કરવામાં આવી છે. મહેસાણા કલેક્ટર દ્વારા ગત રાત્રિએ આ નિર્ણય લેવાયો છે ત્યારે આ નિર્મયથી ઉક્ત કર્મીઓમાં ભારે નારાજગી જોવા મળી છે.
મહેસાણા, કડી, ઊંઝા સહિત કેરાલુ, વિસનગર, બેચરાજી, વડનગર તાલુકાના એટીવીટીમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા કર્મીઓની બદલીો કરાઈ છે. આ કર્મીઓની બદલી તતા એટીવીટીના કામ ખોરંભે પડયા હતા. મહેસાણા મામલતદાર કચેરીના એટીવીટી સેન્ટર પર સવારથી જ અરજદારોની લાંબી કતારો લાગી હતી. આ લાંબી કતારોને અંકુશમાં રાખવા માટે હોમગાર્ડને ફરજ પર મુકવામાં આવ્યા હતા.
ઊંઝાથી એક મહિલા કર્મીની મહેસાણા ખાતે બદલી
કોન્ટ્રાક્ટ પર કામ કરતા અને માંડ રૃા. ૫ હજાર જેટલો પગાર રળતી મહિલા કર્મીની ઊંઝાથી મહેસાણા ખાતે બદલી કરતા આ કર્મી ભારે નિરાશ થઈ હતી અને જણાવેલ કે આટલા ઓછા પગારમાં ભાડું ભરું કે ઘર ચલાવવું જોકે ઉચ્ચ અધિકારીઓએ બદલીઓ બાબતે પુનઃ વિચારવું જોઈએ.
કલેક્ટર સાહેબના આદેશથી બદલીઓ કરાઈ છે
આ મામલે મહેસાણા મામતદાર આર. કે. પંચાલે જણાવ્યુ ંહતું કે રિસેશના સમયે અરજદારોમાં રોષ જોવા મલ્યો હતો. જ્યારે કલેક્ટરે બદલીના આદેશ કર્યા છે. જોકે આ બાબતે હાલમાં મામલતદાર કચેરીમાં કોઈ તકલીફ નથી.
ઈબીસી સર્ટી માટે સવારના નવ વાગ્યાથી લાઈનમાં છીએ, વિદ્યાર્થી
મહેસાણા મામલતદાર કચેરીના એટીવીટી સેન્ટરમાં નવું શૈક્ષણિક સત્ર સરૃ થતા જ આવકના દાખલા, ક્રિમીલેયર સર્ટી સહિતના દાખલા માટે અરજદારોની લાંબી કતારો લાગી રહી છે. ત્યારે વધારામાં પુરું એટીવીટીના ઓપરેટરોની બદલી કરાતા અને નવા ઓપરેટરો નવીન પડતા હોવાથી સવારથી લાંબી લાઈનો લાગી હતી. મહેસાણાની ત્રીજા વર્ષમાં બી.એ.નો અભ્યાસ કરતી વિદ્યાર્થિની પ્રિયંકા રાવલને ઈબીસી સર્ટીની જરૃર હોવાથી છેલ્લા ત્રમ દિવસથી ધક્કા ખાય છે અને આજે સવારે નવ વાગ્યાથી લાઈનમાં ઉભા હોવા છતાં નંબર ન આવતા રોષપૂર્વક જણાવ્યું હતું કે કોલેજનો અભ્યાસ બગાડી તેમજ ઘરેથી મામતદાર કચેરીએ ભાડું ખર્ચીને આવીએ છીએ ત્યારે સમય અને પૈસા બગાડી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવા જોઈએ.
દાખલા કાઢવામાં વહાલાદવલાની નીતિ
આ મામલે અરજદાર કલ્પેશ પટેલે રોષપૂર્વક જણાવ્યુ ંહતું કે સવારથી લાઈનમાં ઉભા છીએ અને અંદર બેઠેલા કર્મીઓ દ્વારા દાખલા કાઢવામાં વહાલા દવલાની નીતિ અપનાવાય છે. જેથી આવી લાંબી લાઈનો લાગી રહી છે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3259Q9f
No comments:
Post a Comment