આજે અમદાવાદમાં ભારત અને નોર્થ કોરિયા વચ્ચે ફૂટબોલ મુકાબલો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 12 July 2019

આજે અમદાવાદમાં ભારત અને નોર્થ કોરિયા વચ્ચે ફૂટબોલ મુકાબલો


અમદાવાદ, તા. 12 જુલાઈ 2019, શુક્રવાર

તજાકિસ્તાન સામેના પ્રથમ મુકાબલામાં નાલેશીભરી હાર બાદ ભારતીય ફૂટબોલ ટીમ આવતીકાલે નોર્થ કોરિયા સામે ટકરાશે. અમદાવાદમાં ટ્રાન્સસ્ટેડિયા ખાતે રાત્રે ૮.૦૦ વાગ્યાથી શરૂ થનારી મેચ ભારત માટે કરો યા મરોની બની રહેશે. અમદાવાદમાં રમાઈ રહેલા ઈન્વિટેશનલ ઈન્ટરકોન્ટિનેન્ટલ કપમાં ભાગ લઈ રહેલી અન્ય ટીમોમાં તજાકિસ્તાન ઉપરાંત સિરીયાનો સમાવેશ થાય છે.

નોર્થ કોરિયા પણ તેની સૌપ્રથમ મેચમાં સિરીયા સામે ૨-૫થી હારી ચૂક્યું છે. જ્યારે ભારતે તજાકિસ્તાન સામે હાફ ટાઈમ સુધીમાં ૨-૦થી સરસાઈ મેળવી હતી, જોકે હરિફ ટીમે જોરદાર કમબૅક કરતાં ભારતને ૨-૪થી હરાવ્યું હતુ. નોર્થ કોરિયાએ પણ ફાઈનલમાં ક્વોલિફાય થવાની આશા જીવંત રાખવા માટે જીતવું જરુરી છે. 



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xJ5dDH

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages