જેસન રોયને ખોટો આઉટ આપનાર ધર્મસેના ફાઈનલમાં અમ્પાયરિંગ કરશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 12 July 2019

જેસન રોયને ખોટો આઉટ આપનાર ધર્મસેના ફાઈનલમાં અમ્પાયરિંગ કરશે


એજબેસ્ટોન, તા. 12 જુલાઈ 2019, શુક્રવાર

આઇસીસી વર્લ્ડ કપમાં અમ્પાયરિંગના સ્તર સામે પ્રશ્નાર્થ સર્જાતા રહ્યા છે, છતાં આઇસીસીએ અમ્પાયરિંગના સ્તરને સુધારવા માટે કોઈ પગલાં ભર્યા નથી. ઓસ્ટ્રેલિયા સામેની સેમિ ફાઈનલમાં ઈંગ્લેન્ડના ઓપનર જેસન રોય નોટઆઉટ હોવા છતાં તેને આઉટ જાહેર કરનારા શ્રીલંકન અમ્પાયર કુમાર ધર્મસેના સામે પગલાં ભરવાને બદલે આઇસીસીએ તેમને વર્લ્ડ કપની ફાઈનલમાં અમ્પાયરિંગ કરવાની જવાબદારી સોંપતા આશ્ચર્ય ફેલાયું છે.

રોય સદીથી માત્ર ૧૫ જ રનની દૂરી પર હતો, ત્યારે કમિન્સની બોલિંગમાં ધર્મસેનાએ તેને કોટ બિહાઈન્ડ ધ વિકેટ આઉટ જાહેર કર્યો હતો. પહેલા તો રોયે આ નિર્ણય સામે રિવ્યૂ માગતા ધર્મસેનાએ આગળની કાર્યવાહી શરૂ કરી હતી. જોકે ઓસ્ટ્રેલિયાના ફિલ્ડરોએ યાદ કરાવ્યું કે, અગાઉ બેરસ્ટોએ ઈંગ્લેન્ડનો ડીઆરએસ રિવ્યૂનો ઉપયોગ કર્યો હતો, જે નિષ્ફળ રહ્યો હતો. આ કારણે રોય રિવ્યૂ માગી શકે તેમ નહતો. નારાજ રોયે ઉગ્ર રોષ વ્યક્ત કરતાં એક તબક્કે તો મેદાન છોડવાનો ઈનકાર કર્યો હતો, પણ આખરે અમ્પાયર ઈરાસ્મુસે દરમિયાનગીરી કરતાં તેણે મેદાન છોડયું હતુ. રોયને આ ગેરવર્તણૂક બદલ ૩૦ ટકા મેચ ફીની રકમ ગુમાવવી પડી હતી.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2l6QWO7

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages