નાલાસોપારામાં આતંકી હુમલાની દહેશત ફેલાવનારા પાંચ શકમંદ ઝડપાયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 12 July 2019

નાલાસોપારામાં આતંકી હુમલાની દહેશત ફેલાવનારા પાંચ શકમંદ ઝડપાયા


મુંબઈ,તા.12 જુલાઈ 2019, શુક્રવાર

નાલાસોપારામાં આતંકી કૃત્ય થવા બાબતનો મેસેજ સોશિયલ મીડિયામાં વહેતો થતા નાગરિકો સહિત પાલઘર પોલીસ દળમાં પણ ખળભળાટ મચી ગયો હતો. પાલઘર પોલીસ ક્ષેત્રમાં આવતા નાલાસોપારા (ઈ)ના રાધાનગર અને પ્રગતીનગર આ બન્ને સ્થળોની આતંકી કૃત્ય પાર પાડવા પસંદગી કરવામાં આવી હોવાનું મેસેજમાં જણાવવામાં આવ્યું હતું. આ મેસેજ વાઈરલ થયા બાદ પોલીસે તરત જ આ બન્ને વિસ્તારને સતર્ક રહેવાનું જણાવી સાવધાનીના પગલાઓ ઉપાડયા હતા. આ સાથે જ મેસેજને આધારે પાંચ જણાને અટકાયતમાં લીધા હતા.

આ લોકોની અટકાયતબાદ પોલીસે તપાસ હાથ ધરી સચ્ચાઈ બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ મેસેજ કોણે વાઈરલ કર્યો અને તેના પાછળનો આશય શું હતો? તેની તપાસ ચાલી રહી છે.

સૌ પ્રથમ ઓસવાલ નગર ખાતે રહેતા દિવાકર શુક્લના મોબાઈલ પર નાલાસોપારાના રાધાનગરી વિસ્તારમાં આતંકી કૃત્ય થવા બાબતનો વોટ્સએપ મેસેજ આવ્યો હતો. શુક્લાએ જાગરૂકતા દાખલી તરત જ નાલાસોપારા પોલીસનો સંપર્ક કરી આ બાબતની માહિતી પોલીસને આપી તેમને સતર્ક કર્યા હતા.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XEYfik

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages