
મુંબઈ,તા.12 જુલાઈ 2019, શુક્રવાર
સરકારની જરૂરી પરવાનગી લીધા વગર ૪૦૦ કિલો જેટલુ કેમિક્લ ગેરકાયદે ઈટાલીમાં એક્સપોર્ટ કરવાના આરોપસર ગુજરાતની એક કંપનીના ડાયરેક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ મુંબઈ પોલીસની એએનસી (એન્ટિ નાર્કોટીક્સ સેલ)એ ગુરૂવારે કરી હતી. તેમના જણાવ્યાનુસાર તેમની કંપનીએ ૪૦૦ કિલો એન-ફેનેથાઈલ-૪-પાયપરીડોન નામનું કેમિક્લ ઈટાલીની કંપનીને મોકલ્યું હતું.
પાઈપરીડિનોન નો ઉપયોગ ફેન્ટેનિલ જેવા કેમિક્લ બનાવવામાં એક તત્વ તરીકે થાય છે. આ ડ્રગ સિન્થેટીક ઓપિયોઈડ છે જે મોફિન જેવું હોય છે. અધિકારીઓ અનુસાર રાજકોટની કંપનીએ આ કેમિક્લ સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સની જરૂરી પરવાનગી અને ઓનઓસી લઈને એક્સપોર્ટ કરવુ બંધનકારક હોવા છતા આવી કોઈ પરવાનગી લીધા વગર કેમિક્લ એક્સપોર્ટ કરવામાં આવ્યું હતું.
૨૦૧૮ના ડિસેમ્બરમાં ચાર વ્યક્તિઓની ધરપકડ કરી તેમની પાસેથી ૧૦૦ કિલો ફેન્ટેનિલ જપ્ત કરવામાં આવ્યું ત્યારે આ વાત બહાર આવી હતી. ફેન્ટેનિલ એ ઉચ્ચ કક્ષાનું અને લત લાગી જાય તેવુ કેમિક્લ છે. આ કેસની તપાસ દરમ્યાન આ કેમિક્લ ગુજરાતમાં બનાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું.
આ ડાયરેક્ટરની નાર્કેટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટાન્સીસ (એનડીપીએસ) એક્ટ હેઠળ ધરપકડ કરી આગળની તપાસ કરવામાં આવી રહી છે તેવી માહિતી પોલીસે આપી હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SauY9m
No comments:
Post a Comment