
મુંબઈ,તા.12 જુલાઈ 2019, શુક્રવાર
આ ચોમાસામાં સાવ ઓછો કે સહેજ પણ વરસાદ પડયો ન હોય તેવા મરાઠવાડા જેવો પ્રદેશોમાં કલાઉડ સિડિંગ (મેઘબીજન-રાસાયણિક છંટકાવ દ્વારા કૃત્રિમ વરસાદ)ની કામગીરી માટે મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં બેંગલુરુની એક ખાનગી કંપની પસંદ કરી છે.
સીડિંગ એટલે નદી પરના બંધોના કે જળગ્રાહી વિસ્તારમાં વરસાદ થાય તે માટેની કૃત્રિમ પધ્ધતિ જેમાં વિમાન દ્વારા વાદળો પર પાણી અને નમકના દ્રાવણનો છંટકાવ કરવામાં આવે છે. સામાન્ય રીતે સીડિગ કર્યાના અડધો કલાક બાદ વરસાદ થતો હોવાનો દાવો નિષ્ણાતોએ કર્યો છે.
ટેન્ડર પ્રક્રિયા દ્વારા પસંદ કરાયેલી આ કંપની ક્યાથી કલાયમેટ મોડિફિકેશન કન્સલટન્ટસ આગામી ત્રણ માસ દરમિયાન રૂા.૩૦ કરોડના કૃત્રિમ વરસાદના પ્રોજેક્ટને અમલમાં મૂકશે.
ટેન્ડર પ્રક્રિયામાં ત્રણ બિડરોએ બિડ આપી હતી જેમાંથી આ કંપની પસંદ કરવામાં આવી છે. આ મહિનાના અંતથી અમે કલાઉડ સિડિંગ શરૂ કરવા વિચારીએ છીએ એમ રાહત અને પુનર્વસન ખાતાના સચિવ કિશોરરાજે નિમ્બાળકરે કહ્યું હતું.
કલાઉડ સિડિંગ મુખ્યત્વે મરાઠવાડામાં કરવામાં આવશે. આ ઇલાકાને પાણીની તંગીમાંથી હજુ રાહત મળી નથી. દર વર્ષે માત્ર ૫૬.૬ જેટલો વરસાદ જ અહીં થયો છે. પરિણામે અહીંના બંધોમાં પાણીનો માત્ર ૦.૮૧ ટકા જેટલો જ જથ્થો બચ્યો છે. ગયા વર્ષે આ સમયે બંધોમાં ૧૩.૪૨ ટકા પાણી હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2jFVf2w
No comments:
Post a Comment