
ટોચના ક્રમાંકિત નોવાક યોકોવિચે જર્મનીના ફિલિપ કોહલશ્રિબરને ૬-૩, ૭-૫, ૬-૩થી હરાવી વિમ્બલ્ડન ગ્રાન્ડસ્લેમના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે.
પાંચમી વખત વિમ્બલ્ડન ટાઇટલ જીતવા માટે ઉતરેલો યોકોવિચ હવે બીજા રાઉન્ડમાં અમેરિકાના ડેનિસ કુડલા સામે રમશે. મેન્સ સિંગલ્સના અન્ય મુકાબલામાં વાવરિન્કાએ રૂબેન બેલેમન્સને ૬-૩, ૬-૨, ૬-૨થી, કેવિન એન્ડરસને હર્બેટને ૬-૩, ૬-૪, ૬-૨થી, કાર્લોવિકે એર્નાબોલ્ડી સામે ૬-૪, ૬-૪, ૭-૬ (૭-૪)થી, માયેરે ગુલ્બિસને ૬-૧, ૭-૬ (૧૪-૧૨), ૬-૨થી હરાવી બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.
વિમેન્સ સિંગલ્સમાં બીજી ક્રમાંકિત નાઓમી ઓસાકાનો કઝાકસ્તાનની યુલિયા પુતિનસ્તેવા સામે ૬-૭ (૪-૭), ૨-૬થી પરાજય થતાં અપસેટ સર્જાયો હતો. ૧૦મી ક્રમાંકિત સેબાલેન્કા પણ પ્રથમ રાઉન્ડમાં હારી ગઇ હતી. અન્ય મુકાબલામાં હાલેપનો સેસ્નોવિક સામે ૬-૪, ૭-૫થી, સ્વિતોલિનાના ગેવરિલોવા સામે ૭-૫, ૬-૦થી વિજય થયો હતો.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XixxqW
No comments:
Post a Comment