
- ભારત વિજયના પ્રયાસ સાથે ૩૦૦માં આઉટ થયું હોત તો મને અફસોસ ના થાતઃસૌરવ
કરાચી, તા. 1 જુલાઈ 2019, સોમવાર
ઇંગ્લેન્ડ સામે રવિવારે રમાયેલી આઇસીસી વન-ડે વર્લ્ડકપ મેચમાં ભારતનો પરાજય થતાં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરોએ બળાપો ઠાલવ્યો છે. બોલ ટેમ્પરિંગ સાથેની વિવાદાસ્પદ કારકિર્દી ધરાવતા વકાર યુનુસે ટ્વિટ કરી હતી કે, 'આ તમે નથી...તમે જીવનમાં જે કરો છો તેના પરથી એ નક્કી થાય છે કે તમે કોણ છો...પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચશે કે કેમ તેની હું પરવા કરતો નથી. પરંતુ એક વાત ખાતરીપૂર્વક કહું છું કે કેટલાક ચેમ્પિયનસની સ્પોર્ટ્સમેનશીપની કસોટી થઇ અને જેમાં તેઓ સંપૂર્ણ નિષ્ફળ રહ્યા હતા...'
બીજી તરફ શોએબ અખ્તરે જણાવ્યું હતું કે, 'સ્વતંત્રતા બાદ પ્રથમ વખત પાકિસ્તાનના ચાહકો ભારત માટે દુઆ કરી રહ્યા હતા. પરંતુ તેમની દુઆ ભારત સુધી પહોંચી શકી નથી અને તેમનો પરાજય થયો છે. ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ ભારતીય બોલરોની નબળાઇ છતી કરી દીધી છે. ભારતે ૩૦ રન વધારે આપી દીધા હતા. ભારતે શરૂઆતમાં અને અંતમાં ધીમી બેટિંગ કરતાં આશ્ચર્ય થયું હતું. ' પૂર્વ ક્રિકેટર બાસિત અલીએ જણાવ્યું હતું કે, 'પાકિસ્તાનને સેમિફાઇનલથી દૂર રાખવાના આયોજન સાથે જ ભારતીય ક્રિકેટરો મેદાનમાં ઉતર્યા હતા. આ જ કારણ છે કે ધોની જેવા બેટ્સમેને પણ સાવ ધીમી બેટિંગ કરી હતી. '
રશિદ લતિફે જણાવ્યું હતું કે, 'ભારતે ઇંગ્લેન્ડને અંતિમ ૧૦ ઓવરોમાં વધુ રન આપ્યા હતા. આ પછી ભારતે પોતાની બેટિંગમાં પ્રથમ ૧૦ અને અંતિમ ૧૦ ઓવરોમાં રન કરવાનોે પ્રયાસ સુદ્ધા કર્યો નહોતો. '
ભારતના મહાન કેપ્ટન સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે, 'ભારત શા માટે આટલું ધીમું રમ્યું તે હું સમજી શકતો નથી. તમારી પાસે પાંચ વિકેટ હાથમાં હોય અને છતાં ૩૩૮ રન ચેઝ કરવાનો પ્રયાસ પણ કરો નહીં તે વાત આશ્ચર્યજનક છે. આ ટીમ વિજયના પ્રયાસ કરીને ૩૦૦માં આઉટ થઇ હોત તો તેની સામે મને કોઇ સમસ્યા નહોતી. ભારતે પ્રથમ ૧૦ અને અંતિમ ૬ ઓવરમાં નિરાશાજનક દેખાવ કર્યો હતો. ભારતે પ્રથમ ૧૦ અને અંતિમ ૧૦ ઓવરમાં વધારે રન કરવા નવી રણનીતિ ઘડવી પડશે.'
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J4RrSl
No comments:
Post a Comment