પશુમાંથી માનવીને થતો 'બૃસેલા' નામનો રોગ ચેપી કે જીવલેણ નથી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 5 July 2019

પશુમાંથી માનવીને થતો 'બૃસેલા' નામનો રોગ ચેપી કે જીવલેણ નથી


રાજકોટ, તા. 05 જુલાઈ 2019, શુક્રવાર

રાજકોટ જિલ્લામાં બે દર્દીઓને બૃસેલા નામના રોગના લક્ષણો જોવા મળવાને પગલે આરોગ્ય તંત્ર દ્વારા સઘન પગલા લેવામાં આવી રહ્યા છે. બૃસેલા રોગ પશુમાંથી માનવીને થતો રોગ છે. પશુ સાથે સંકળાયેલા વ્યકિતને લાગવાની શક્યતા વધુ છે અને સ્વાઇન ફ્લૂની જેમ સંચારી રોગ નથી, જીવલેણ પણ નથી, એટલે તેનાથી ડરવાની પણ જરૂર નથી, તેમ આરોગ્ય તંત્રએ જણાવ્યું છે. 

જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસિયાએ કહ્યું કે, બૃસેલા એક પ્રતિસંચારિત રોગ છે. આ રોગ વિશ્વના મોટાભાગના દેશોમાં જોવા મળે છે. ગાય અને ભેંસ વર્ગના પશુઓમાં આ રોગ બૃસેલા અબોર્ટસ નામના જીવાણુઓથી થાય છે. જ્યારે ઘેટા - બકરામાં બૃસેલા મેલીટેન્સીસ નામના જીવાણુઓથી આ રોગ ઉત્પન્ન થાય છે.

મનુષ્યમાં મુખ્યત્વે એક ઓછો નોંધાતો રોગ છે. આ રોગનો સંક્રમણ સમય ૧ થી ૩ અઠવાડીયા છે, પરંતુ આ રોગના લક્ષણો દેખાતા મહિનાઓ પણ લાગી શકે છે. 

બૃસેલા રોગના લક્ષણો જોઇએ તો સતત તાવ, હાડકાનો દુઃખાવો અને સાંધાનો સોજો, અનિન્દ્રા, મંદાગ્નિ, માથાનો દુઃખાવો, વધુ ઉગ્ર કેસમાં વૃષ્ણ કોથળી પર સોજો,મહિલાઓમાં પ્રસૂતિના અંતિમ ત્રણ મહિના દરમ્યાન ગર્ભપાત થવાની શક્યતા રહે છે. ચેપી પ્રાણીઓના સંસર્ગમાં રહેવાથી આ રોગ થવાની શક્યતા રહે છે.

ગંદુ પાણી તેમજ રોગીષ્ઠ પશુઓના ગર્ભાશયના સ્ત્રાવો થકી આ રોગનો ચેપ લાગી શકે છે. ઉકાળ્યા વગરનું કે પાશ્ચુરાઇઝડ ન હોય તેવું દૂધ ઉપયોગમાં લેવાથી આ રોગ થવાની શક્યતા રહેલી છે. બૃસેલા રોગનાં નિદાન - સારવાર સરળતાથી ઉપલબ્ધ છે. 

લોકોને અપીલ કરાઇ છે કે, દૂધ ઉકાળીને જ પીવું. પેશન્ટથી હિસ્ટ્રી લેતી વખતે તે પશુ પાલન સાથે સંકળાયેલ છે કે કેમ જાણવું. તેમજ જો પીયુઓ નો કેસ હોય, તો તેમના પશુઓમાં ગર્ભપાતની હિસ્ટ્રી લેવી. જો આ રોગના લક્ષણો જણાય તો, જે તે વિસ્તારના વેટરીનરી ઓફિસરને જાણ કરવી, જેથી કરીને પ્રાણીઓમાં આ રોગના નિદાન અને સારવાર માટેના પગલા લઇ શકાશે. 



from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JvISz1

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages