પાટણ જિ. પંચાયતની સાંતલપુર બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 5 July 2019

પાટણ જિ. પંચાયતની સાંતલપુર બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા

પાટણ તા.5 જુલાઈ 2019, શુક્રવાર

પાટણ જિલ્લા પંચાયતના સદસ્યના મૃત્યુબાદ ખાલી પડેલી સાંતલપુર બેઠક ઉપર યોજાનારી પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આ બેઠક પરથી અગાઉ ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા હતા પરંતુ તેમના અવસાન બાદ ખાલી પડેલી બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાઇ રહી છે.બંને રાજકિય પક્ષોએ ચૂંટણીમાં ઉમેદવારો ઉતારી પોતપોતાની જીતના દાવાઓ કર્યા છે.

પાટણ જિલ્લા પંચાયતની ૨૫ સાંતલપુર બેઠક ઉપર ભાજપના જીતેલા સદસ્ય મહાદેવભાઇ આહીરનું એકાદ વર્ષ અગાઉ મૃત્યુ થયું હતું અને આ બેઠક ખાલી પડી હતી. આ બેઠક પર તા.૨૧ મી જુલાઇના રોજ પેટા ચૂંટણી યોજાવનારી છે. પેટા ચૂંટણીને લઇ ભાજપ તરફથી અરજણભાઇ ભોજાભાઇ આહીરે ભાજપના આગેવાનો અને સમર્થકો સાથે રાધનપુર નાયબ કલેકટર કચેરી ખાતે ફોર્મ ભયું હતું. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે હમીરભાઇ જીવણભાઇ આહીરે પણ આગેવાનો અને સમર્થકો સાથે ફોર્મ ભયું હતું.

પાટણ જિલ્લા પંચાયતની ૨૫ સાંતલપુર બેઠકમાં ૧૬ જેટલા ગામોનો સમાવેશ થાય છે. આ બેઠક પર ૨૮ બુથો ઉપર કુલ ૨૨,૫૦૦ જેટલા મતદાતાઓ માતાધીકારનો ઉપયોગ કરશે. જ્યારે સાંતલપુર જિલ્લા પંચાયતની બેઠકમાં આવતી તાલુકા પંચાયતની પાંચ સીટોમાંથી ચાર સીટો ઉપર ભાજપ ના સદસ્યો જીતેલા છે. જેના કારણે આ બેઠક ફરી ભાજપના ઉમેદવાર જીતશે તેવો આશાવાદ ભાજપના આગેવાન ભરતભાઇ રાજગોરે વ્યકત કર્યો હતો. ૩૩ સદસ્યનો સંખ્યાવાળી પાટણ જિલ્લા પંચાયતમાં અત્યારે ૧૫ સદસ્યો ભાજપ પાસે છે. અને જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ ભાજપ પાસે છે. જ્યારે ૧૬ સદસ્યો કોંગ્રેસ પાસે હોવાને કારણે જિલ્લા પંચાયતનું બજેટ ના મંજુર થયું હતું.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YAK7Df

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages